alarm bells for kidneys because vitamin D is high, know its damage
  • Home
  • Featured
  • વિટામીન ડી વધારે હોવાથી કિડની માટે ખતરાની ઘંટી સમાન, જાણી લો તેના નુકસાન

વિટામીન ડી વધારે હોવાથી કિડની માટે ખતરાની ઘંટી સમાન, જાણી લો તેના નુકસાન

 | 1:24 pm IST

સામાન્ય રીતે વિટામીન ડીની ઉણપથી ઘણી સમસ્યા હોય છે અને લોકો તેની ઉણપને દૂર કરવા માટે અનેક પ્રકારની દવાઓનું સેવન કરે છે. પરંતુ શુ તમે જાણો છો કે તમારા શરીરમાં વિટામીન ડી વધારે હોવાથી પણ તમારી કિડનની નુકસાન પહોંચી શકે છે. આ વાત એક નવા રિસર્ચમાં સામે આવી છે. જેથી શરીરમાં તેને યોગ્ય પ્રમાણમાં રાખવું ખૂબ જરૂરી છે. શરીરમાં વિટામીન ડી વધારે થવા પર કિડનીને કેવી રીતે નુકસાન થઇ શકે છે. આવો નવા રિસર્ચ અંગે જાણીએ. પરંતુ સૌથી પહેલા જાણી લઇએ કે વિટામીન ડી આપણા શરીર માટે કેમ જરૂરી છે.

તે સિવાય ધ્યાન આપવાની વાત એ છે કે આપણા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે વિટામીન ડી ખૂબ જરૂરી છે. જે શરીરમાં કેલ્શ્યિમના લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. જે નર્વસ સિસ્ટમના કામ અને હાડકાની મજબૂતી માટે જરૂરી છે. સાથે જ તે શરીરની ઇમ્યુન સિસ્ટમને વધારે છે. જેનાથી આપણે અનેક પ્રકારની બીમારીઓથી બચી શકીએ છીએ. પરંતુ શરીરમાં તેની ઉણપ હોવાથી વજન વધવાની સાથે ડિપ્રેશન, હાડકામાં દુખાવો, કમજોર રોગ પ્રતિકારક શક્તિ, થાક, એનર્જી લેવલ ઓછું થવી હોઇ શકે છે.

જોકે, વિટામીન ડીની રોજની 400-1000 ખોરાક લેવો જોઇએ. પરંતુ આસ્ટિયોપોરોસિસના હાઇ જોખમ વાળા મોટી ઉંમરના લોકો અને અન્ય મોટી ઉંમરના લોકોમાં વિટામીન ડી 800-2000 IU અનુશંસિત કરવામાં આવ્યું છે. જોકે, વિટામીન ડીની વિષાક્તતા એક મોટી ચિકિત્સીય સીમાના કારણે દુર્લભ છે. પરંતુ અલગ-અલગ ઓવર-ધ-કાઉન્ટરમાં તેની વ્યાપક ઉપલબ્ધતા અસંક્રામિત દર્દીઓ માટે એક મોટો ખતરો પેદા કરી શકે છે.

તે સિવાય હાઇપરલકસીમિયાથી સંબંધિત જટિલતાઓને સીમિત કરવા માટે ચિકિત્સકોને વિટામીન ડીના ઉપયોગના જોખમો અંગે ખબર હોવી જોઇએ. પૂરક સપ્લીમેન્ટ બાદ પણ દર્દીઓમાં સારુ થતા પહેલા કેલ્શ્યિમનું લેવલ ખરાબ થઇ શકે છે. કારણકે વિટામીન ડી ફેટ ઘુલનશીલ હોય છે. શોધકર્તાઓએ સલાહ આપી છે કે આપણો અનુભવ આપણને જણાવે છે કે દર્દીઓ અને ચિકિત્સકો વિટામીન ડીના અધૂરા ઉપયોગના જોખમો અંગે જાણકારી આપવી જોઇએ.

આ પણ જુઓ : 

સાબરકાંઠાની સાબર ડેરીમાં ભરતી કૌભાંડનો મામલો

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન