alaya furniturewala tried headstand but unfortunately fell down
  • Home
  • Entertainment
  • Bollywood
  • કરવા જતી હતી કંઈક બીજું અને ભફાંગ કરતી નીચે ખાબકી, વીડિયો શેર કરી લોકોએ લીધી મજા!

કરવા જતી હતી કંઈક બીજું અને ભફાંગ કરતી નીચે ખાબકી, વીડિયો શેર કરી લોકોએ લીધી મજા!

 | 2:23 pm IST

બોલિવૂડના સેલેબ્સ આ દિવસોમાં ઘરે છે અને સમય પસાર કરવા માટે નવા નવા નુસ્ખા અજમાવે છે. કોઈના વખાણ થાય છે તો કોઈ ટ્રોલ પણ થાય છે. હાલમાં જ નવી નવી અભિનેત્રી અલાયા ફર્નીચરવાલા સાથે પણ કંઈક એવું જ થયું. આ અભિનેત્રીની પહેલી જ ફિલ્મ બાદ ફેન ફોલોઈંગ ખાસ્સી વધી ગઈ છે. અલાયાએ હાલમાં એક વીડિયો વાયરલ કર્યો છે, જેમાં તે ભફાંગ કરતી નીચે ખાબકે છે અને લોકો પછી મજા લે છે.

આ કોઈ ફિલ્મનો વીડિયો નથી. અહીં અલાયાના લોકડાઉનના દિવસોનો વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. તે પોતાના હાથ પર ઉભી રહેવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તે નિષ્ફળ રહે છે અને ભફાંગ કરતી નીચે ખાબકે છે. લોકોને આ વીડિયો પસંદ તો આવી રહ્યો છે પણ લોકો મજા પણ લઈ રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અભિનેત્રીએ આ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયોની સાથે કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘તમારા લોકો માટે કાલે કંઇક શૂટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ કંઈક અલગ જ થયું. અલાયાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. અલયાના ચાહકો આ વીડિયોને જોઇને હસી રહ્યા છે. તેમના ઘણા ચાહકો આ વીડિયોને ‘ક્યૂટ’ ગણાવી રહ્યાં છે. તો વળી ઘણા ચાહકો તેમને કાળજી લેવાની સલાહ આપે છે.

આ વીડિયો પણ જુઓ: વડોદરામાં દારૂની ખાલી બોટલો મળી આવી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન