Alcohol was caught in Janata Red, 500 meters from Ranip police station
  • Home
  • Ahmedabad
  • રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ જનતા રેડમાં પકડાયો રૂપિયા લાખોનો દેશી દારૂ

રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર જ જનતા રેડમાં પકડાયો રૂપિયા લાખોનો દેશી દારૂ

 | 10:01 pm IST

ગાંધીના ગુજરાતમાં દારૂબંધી માત્ર નામની જ રહી હોય તેવું લાગી રહ્યું છે. એક બાજૂ પાડોશી રાજ્યના મુખ્યમંત્રી અશોક ગેહલોત અવારનવાર રાજ્યનાં મુખ્યમંત્રીને રારૂબંધી મુદ્દે ટકોર કરતા રહે છે તો ત્યારેક ટોણા પણ મારે છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ જવાબમાં ડંફાસો મારે છે. પરંતુ આ દરમિયાન જ ગુજરાતની એક રાષ્ટ્રીય શાળામાંથી જ પોલીસ દ્વારા દારૂ ઝડપી પાડ્વામાં આવે છે.

ક્યાંકને ક્યાંક ગુજરાતની સામાન્ય જનતા પણ દારૂના દુષણ સામે પડકાર ફેંકી રહી છે. પરંતુ દારૂના દૂષણ પર રોક લગાવવા માટે ગુજરાત પોલીસ પણ ફેલ થઇ ગઇ હોય તેવું લાગી રહ્યું છે. વાત કરીએ અમદાવાદમાં આવેલા રાણીપ વિસ્તારની તો રાણીપ પોલીસ સ્ટેશનથી માત્ર 500 મીટર દૂર દારૂનો વેપલો ચાલી રહ્યો હતો પરંતુ આ મામલે પોલીસ મૂકરક્ષક બની રહી હતી.

આજે રાણીપમાં આવેલા મગનપુરામાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ થઈ હતી. રેડ કરનારા લોકોએ લારીમાં દેશીદારૂ ભરીને સરઘસ કાઢ્યું હતું. આ અંગે પોલીસને જાણ થતાં રાણીપ પોલીસ સ્ટેશનનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. સ્થાનિક મહિલાઓ મુજબ, દારૂ પીવા આવતા લોકો અશ્લીલ હરકતો અને યુવતીઓની છેડતી કરતા હતા. તેમજ પોલીસ જ દારૂ પીવા અને હપ્તા લેવા માટે આવે છે. તેવું ત્યાંની સ્થાનિક જનતાએ જણાવ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન