ALERT! Because your WhatsApp Chat is also being misplaced, please know
  • Home
  • Featured
  • ALERT! તમારી WhatsApp Chat પણ થઇ રહી છે ગાયબ, તો જાણી લો કારણ

ALERT! તમારી WhatsApp Chat પણ થઇ રહી છે ગાયબ, તો જાણી લો કારણ

 | 10:32 am IST

WhatsAppની વધતી પોપ્યુલીરીટીને જોઇને કંપની તેમા નવા નવા ફીચર્સ રજૂ કરી રહી છે. પરંતુ બીજી તરફ WhatsApp ઝડપથી ફેક મેસેજ, સ્પેમનો જરિયો પણ બનતો જઇ રહ્યો છે. જોકે હાલમાં કેટલાક યૂજર્સની WhatsApp ચેટ ગાયબ થવાનો મામલો સામે આવ્યો છે. જેને લઇને કેટલાક વેબ પોર્ટલ પર ફરિયાદ કરવામાં આવી રહી છે. ભારતના એક વોટ્સએપ યુજરે મેસેજ ગાયબ થવાની ફરિયાદ કરી છે. જેને WaBetaInfoની સાથે સાથે કેટલાક સોશિયલ મીડિયા અને કેટલાક પોર્ટલ પર શેર કરવામાં આવ્યું છે.

તેને ફરિયાદ કરતા લખ્યું છે કે સવારથી તેમને નોટિસ કરી છે કે તેમની WhatsApp chat સતત ગાયબ થઇ રહી છે. તેને જણાવ્યું કે તે Moto G4 Plus ઉપયોગ કરતા હતા અને ગત સવારથી તેમની જુની ચેટ હિસ્ટ્રી ગાયબ થવા લાગી છે. તેમણે જણાવ્યું કે પાંચ વખત એપને રિ-ઇન્સ્ટોલ કરી ચૂક્યા છે પરંતુ ચેટ ગાયબ છે.

વોટ્સએપ યુઝરે લખ્યું કે ગત મહીનાથી મારી વોટ્સએપ ચેટ હિસ્ટ્રી ગાયબ થઇ રહી છે. હવે રોજ સવારે મારી એક – બે ચેટ હિસ્ટ્રી ડિલીટ થઇ જાય છે. આગળ લખ્યું કે મે મોટો G4 પ્લસ ફોનમાં આ સમસ્યાને ફેસ કરીછે. ગૂગલ સર્ચ કરીને જોવા પર આ સમસ્યાને લઇને ઘણા યૂજર્સે ફરિયાદ કરી છે, યુઝર્સનું કહેવું છે કે મેં સપોર્ટ ટીમને 25થી વધારે મેલ કર્યા છે. પરંતુ વોટ્સએપ તરફથી કોઇ જવાબ મળ્યો નથી.

માનવામાં આવી રહ્યું છે કે તેનું કારણ બેકઅપ ન લેવુ થઇ શકે છે. વોટ્સએપે ગત વર્ષે ઓગસ્ટમાં ઘોષણા કરી હતી કે એપનું બેકઅપ ડ્રાઇવ પર હશે સાથે જ એવું પણ કહેવામાં આવ્યું છે કે એક વર્ષથી વધારે થવા પર આ અપડેટ નહીં થાય તો ચેટને પૂર્ણ રીતે ડિલીટ કરી દેવામાં આવશે. તો એવામાં થઇ શકે છે કે યુઝર્સ તેની ચેટ બેકઅપ લેવાનુ રહી ગયું હોય.

આ રીતે લો ચેટનું બેકઅપ
સૌથી પહેલા તમારા ફોન ગુગલ એકાઉન્ટ એક્ટિવ કરો અને તેમા ગૂગલ ડ્રાઇવ સેટઅપ ઇન્સ્ટો કરો. ત્યાર પછી વોટ્સપરની સાઇડ પર આપેલા ડોટમાં જાઓ. તમારી સામે મેનુ ઓપન થશે. ત્યાર પછી સેટિંગ્સમાં જાઓ તેમા ચેટ પર જઇને બેકઅપ ચેટ સિલેક્ટસ કરી લો.