સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાઓ ત્યારે જરા ચેતીને જજો, કારણ કે... - Sandesh
  • Home
  • Baroda
  • સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાઓ ત્યારે જરા ચેતીને જજો, કારણ કે…

સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાતે જાઓ ત્યારે જરા ચેતીને જજો, કારણ કે…

 | 8:20 am IST

રાજપીપળા,કેવડીયાકોલોની.

સ્ટેચ્યુ ઓફ યુનીટી નર્મદા ડેમથી લગભગ 3 કિલોમીટર જ દુર છે ત્યારે તેની સુરક્ષાને લઇને નર્મદા જિલ્લા પોલીસ અધિક્ષકે રાજપીપળા શહેરમાં કાર્યરત નિર્ભયા સ્કવોડની એક ટીમ સ્ટેચ્યુ ખાતે તૈનાત કરી છે.

અહીં આવતા પ્રવાસીઓ પર ચાંપતી નજર રાખી રહી છે તે દરમિયાન ત્યાં બાઉન્સર તરીકે ભરતી થવા આવનાર એક મહિલા પર શંકા જતાં નિર્ભયા સ્કવોડના સ્ટાફે આ શંકાશીલ મહિલાની પૂછતાછ કરતા પહેલા તેણે રોફ જમાવીને કહ્યું કે હું ગાંધીનગરમાં પીએસઆઇ તરીકે ફરજ બજાવું છું તેમ જણાવતા નિર્ભયા સ્કવોડ દ્વારા વધારે કડકાઇથી પૂછતાં મહિલા કાજલ ભાગી પડી હતી.

તેને વધુમાં જણાવ્યું હતું કે, હું તો અહીં બાઉન્સરની ભરતી માટે આવી હતી અને આ વર્ષે મેં પોલીસ ભરતીમાં ફોર્મ ભર્યું છે તેવી જાણ થતાં કે. કે. પાઠકે પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગરિયાને જાણ કરતા માનવતા વાપરી એસપીએ આ મહિલા પાસે માફીપત્ર લખાવીને છોડી દીધી હતી.

;