બ્રિટનના પરમાણુ મથકો, એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ, એલર્ટ જારી કરાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • બ્રિટનના પરમાણુ મથકો, એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ, એલર્ટ જારી કરાયું

બ્રિટનના પરમાણુ મથકો, એરપોર્ટ પર આતંકી હુમલાનું જોખમ, એલર્ટ જારી કરાયું

 | 5:11 pm IST
  • Share

બ્રિટનમાં પરમાણુ મથકો અને એરપોર્ટ પર સંભવિત આતંકવાદી હુમલાને પહોંચી વળવા માટે તૈયાર રહેવાના નિર્દેશ જારી કરાયા છે. હેકરો પરમાણુ મથકો અને એરપોર્ટની સિસ્ટમને ટાર્ગેટ બનાવી શકે છે.

મીડિયા અહેવાલ પ્રમાણે છેલ્લાં 24 કલાકમાં અનેક એલર્ટ જારી કરાયાં છે અને ચેતવણી પણ આપવામાં આવી છે કે આતંકવાદીઓએ સજ્જડ સુરક્ષામાં પણ ગાબડા શોધી કાઢ્યા હોવાની શક્યતા છે.

ગુપ્તચર એજન્સીઓના મતાનુસાર આઈએસઆઈએસ અને અન્ય આંતકવાદી સંગઠનોએ મોબાઈલ ફોન અન લેપટોપમાં વિસ્ફોટક સામગ્રી ગોઠવવાની ટેકનીક મેળવી લીધી છે. આ રીતે એરપોર્ટ પર સુરક્ષા તપાસમાંથી છટકી શકાશે. આ માહિતીને કારણે જ અમેરિકા અને બ્રિટન સહિતના અનેક દેશોએ વિમાનમાં લેપટોપ અને મોટા ઈલેક્ટ્રોનિક ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ મુક્યો છે. આ સાથે કમ્પ્યૂટર હેકરો પરમાણુ મથકોની સુરક્ષામાં ગાબડા પાડવા માટે પણ ઉપાયો શોધવાના પ્રયાસો કરી રહ્યા હોવાનું પણ શક્યતા છે.

બ્રિટનના ઉર્જા પ્રધાન જેસી નોર્મને જણાવ્યું હતં કે સરકાર સાઈબર હુમલાથી બ્રિટનને બચાવવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે. સાયબર સિક્યુરિટીને સજ્જડ બનાવવા માટે બ્રિટને 1.9 અબજ પાઉન્ડનો ખર્ચ કર્યો છે. આમછતાં કોઈ પણ પ્રકારના સાયબર હુમલાને નિષ્ફળ બનાવવા માટે બધા જ પરમાણુ પ્લાન્ટને એલર્ટ આપી દેવાયું છે. બ્રિટનમાં હાલમાં 15 રિએકટર છે, જે દેશની વીજળીની 20 ટકા જરૂરિયાત પરિપૂર્ણ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન