alert-pan-inoperative-after-march-31-if-not-linked-with-aadhaar income tax department warns
  • Home
  • Business
  • 17 કરોડ લોકો 45 દિવસમાં કરી લો આ કામ, નહીંતર પાન કાર્ડ થઇ જશે નકામું

17 કરોડ લોકો 45 દિવસમાં કરી લો આ કામ, નહીંતર પાન કાર્ડ થઇ જશે નકામું

 | 11:36 am IST

સરકારે આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડવાનું ફરજિયાત બનાવ્યું છે. દેશમાં 30.75 કરોડથી વધુ પાન ધારકો છે. જો કે, 27 જાન્યુઆરી 2020 સુધી, 17.58 કરોડ પાન ધારકોએ પાન સાથે આધારકાર્ડ જોડ્યું ન હતું. તેની અંતિમ તારીખ 31 માર્ચ 2020 ના રોજ સમાપ્ત થાય છે. તેથી જ આવકવેરા વિભાગે ચેતવણી આપી છે કે આ વર્ષે 31 માર્ચ સુધી, જો તમે તમારા આધારકાર્ડને પાનકાર્ડ સાથે જોડ્યા નથી, તો તમને પાનકાર્ડ સાથે જોડાયેલા કેટલાક કામ અટકી શકે છે અને પાનકાર્ડ પણ રદ થઈ શકે છે. કારણ કે આધાર-પાન લિંક માટેની તારીખઘણી વખત આગળ વધારવામાં આવી છે. હવે આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે, ત્યારબાદ પાન અન-ઓપરેટિવ બની જશે. એટલે કે તમારે આ કામ આગામી 45 દિવસમાં પૂર્ણ કરવું પડશે.

ઇનકમટેક્સની ચેતવણી

ઇનકમટેક્સ વિભાગ કહે છે કે આધાર-પાન લિંક માટે તારીખ ઘણી વખત લંબાવી દેવામાં આવી છે અને હવે આ માટેની છેલ્લી તારીખ 31 માર્ચ છે, ત્યારબાદ પાન અન-ઓપરેટિવ થઇ જશે. સામાન્ય રીતે આવકવેરા રીટર્ન ભરવા માટે પાન કાર્ડ જરૂરી છે. આવી સ્થિતિમાં, વિભાગનું કહેવું છે કે, જો બંને દસ્તાવેજો જોડાયેલા નહીં હોય તો લોકોને કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. છતાં બંને દસ્તાવેજો 31 માર્ચ પછી પણ જોડી શકાશે.

પરંતુ આ તારીખ બાદ પાનને આધારથી લિંક કરવા પર તે દિવસથી સામાન્ય માનવામાં આવશે જે દિવસે તેને લિંક કરવામાં આવશે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે તેની વેબસાઇટ પર આધાર પાન લિંક કરવાની ઓનલાઇન સુવિધા આપી છે. સાથે જ જો કોઇ એવું જોવા માંગે કે તેનુ આધાર અને પાન લિંક થયું છે કે નહીં તો તેને પણ સહેલાઇથી ઓનલાઇન જોઇ શકે છે.

ઇનકમ ટેક્સ એક્ટના સેક્શન 139AAના ક્લોજ 31 મુજબ નોટિફાઇડ તારીખ બાદ આધાર કાર્ડ રાખનારા લોકોને પર્મેનેન્ટ એકાઉન્ટ નંબર ઇનઓપરેટિવ કરી દેવામાં આવશે. આ સંશોધન 1 સપ્ટેમ્બર 2019થી પ્રભાવી થઇ ચૂક્યું છે. એવામાં જો કોઇ પાન કાર્ડને આધાર કાર્ડથી લિંક કરવામાં આવતું નથી તો પાન કાર્ડને બેકાર થઇ જશે.

આ રીતે કરો ચેક

– સૌથી પહેલા www.incometaxindiaefiling.gov.in પર જાઓ.
– ‘Quick links’ ઓપ્શનમાં આપવામાં આવેલા Link Aadhaar’ પર ક્લિક કરો.
– હવે તમારા કોમ્પ્યુટર સ્ક્રીન પર એક નવું પેજ ખુલી જશે. સ્ક્રીન પર એક હાઇપર લિંક જોવા મળશે. જેની પર ક્લિક કરી તમે પાન-આધાર લિંકેજનું સ્ટેટસ જોઇ શકશો.
– હાઇપર પર ક્લિક કર્યા બાદ તમે તમારા પાન તેમજ આધાર નંબરની ડિટેલ એન્ટર કરવી પડશે.
– હવે ડીટેલ્સ એન્ટર કરો અને ‘View Link Aadhaar Status’ પર ક્લિક કરો.
– હવે વેબસાઇટ પર તમે જોઇ શકશો કે તમારું પાન કાર્ડ આધારથી લિંક છે કે નહીં.

પાન- આધારને લિંક કરવાની રીત

– પાન અને આધારને લિંક કરવા માટે તમે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટના અધિકારીક ઇ-ફાઇલિંગ પોર્ટલ પર જઇને કામ પુરુ કરી શકો છો.
– આ સાઇટ પર તમે ડાબી તરફ પાન-આધાર લિંક કરવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. આ વિકલ્પ પર ક્લિક કરવા માટે તમે પાન નંબર, આધાર નંબર અને તમારું નામ ભરવાનું હશે. તે બાદ ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ દ્વારા આપવામાં આવેલી જાણરાપીને વેલિડેટ કરશે. જે બાદ લિંકિંગની પ્રક્રિયા પૂરી થઇ જશે.

આ પણ જુઓ : વડોદરાના કરજણમાં યુવતીનું અપહરણ કરી દુષ્કર્મ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન