Alert To Assam and North East state As China May Release Water In Brahmaputra
  • Home
  • India
  • ચીન બ્રહ્મપુત્રા નદીમાં પાણી છોડી પૂર્વતર રાજ્યોની મુશ્કેલીમાં કરશે વધારો

ચીન બ્રહ્મપુત્રા નદીમાં પાણી છોડી પૂર્વતર રાજ્યોની મુશ્કેલીમાં કરશે વધારો

 | 10:04 pm IST

સૈન્ય અને સીમા લેવલ પર ભારતની ચિંતા વધારનાર ચીન હવે ભારતને પાણી દ્વારા મુશ્કેલી વધારી રહ્યું છે. ચીને એક એલર્ટ જાહેર કરીને એવું જણાવ્યું છે કે દેશમાં ભારે વરસાદ થઈ રહ્યો હોવાથી તે ટૂંક સમયમાં બ્રહ્મપુત્રા નદીમાં પાણી છોડી શકે છે. ચીનના આ એલર્ટ બાદ કેન્દ્ર સરકારે અરૂણાચલ પ્રદેશને પણ સચેત કરી દીધી છે. બ્રહ્મપુત્રા નદી ચીન વટાવીને આવે છે. ચીનમાં તે સાંગ્પો નામે ઓળખાય છે.

નદીમાં પાણીનું સ્તર 50 વર્ષના સૌથી ઉપરના સ્તરે છે. આને કારણે જ ચીન બ્રહ્મપુત્રામાં પાણી છોડી શકે છે. એલર્ટ બાદ બ્રહ્મપુત્રા નદીની આસપાસના વિસ્તારોને એલર્ટ પર રહેવાનું કહેવામાં આવ્યું છે. જોકે હજુ પણ સરકાર દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે દહેશતનું કોઈ કારણ નથી.

હજુ હમણાં જ ભારતના જળ સંસાધન, નદી વિકાસ અને ગંગા પુર્નજીવન મંત્રાલય અને ચીનના જળ સંસાધન મંત્રાલયની વચ્ચે થયેલી સમજૂતી અનુસાર એવું નક્કી થયું હતું કે ચીન દર વર્ષે પૂરની મોસમ એટલે કે 15 મેથી 15 ઓક્ટોબરની વચ્ચે બ્રહ્મપુત્રા નદીમાં જળ પ્રવાહ સાથે જોડાયેલી સૂચનાઓ ભારતને આપશે.

ચીનને બ્રહ્મપુત્રા નદીના ડેટા શેર કરવાની આસામની અપીલ
આસામે ચીનને બ્રહ્મપુત્રા નદીના જળ ડેટા ભારત સાથે શેર કરવાની અપીલ કરી હતી જેથી કરીને પૂરની સ્થિતિને પહોંચી વળાય. આસામના શિક્ષણમંત્રી હેમંતા બિશ્વ શર્માએ કહ્યું કે કેન્દ્ર સરકાર અનુસાર, જળ ડેટા શેર ન કરવા પાછળ રહસ્યમયી કારણ છે.