આલ્ફ્રેડ નોબેલની મજબૂરી - Sandesh
  • Home
  • Featured
  • આલ્ફ્રેડ નોબેલની મજબૂરી

આલ્ફ્રેડ નોબેલની મજબૂરી

 | 6:07 pm IST

જેના નામે નોબેલ પારિતોષિક આપવામાં આવે છે એ આલ્ફ્રેડ નોબેલના બાળપણની વાત જાણવા જેવી છે. તેનું બાળપણ દુઃખથી ભરેલું હતું. તે અશક્ત અને ચીડિયા સ્વભાવનો હતો. તે દવા પર જીવી રહ્યો હતો. તેની નાજુક તબિયતને કારણે ઘરના લોકો તેને બીજા છોકરાઓ જોડે હળવામળવા દેતા નહોતા, તેથી તે એકલપંડો થઈ ગયો હતો. મનમાં મૂંઝાયા કરતો હતો અને પોતાની લાગણી તથા ભાવના બીજા સાથે પ્રગટ કરવામાં તેને ડર લાગતો હતો, તેથી તે બીજા સાથે બોલવાનું ટાળતો. તેનું વર્તન સ્વયંલક્ષ્મી રહેતું. બધી વસ્તુ પોતાની જાતે જ કરતો.

બધા લોકો સાથે બોલવાનું તેને પસંદ નહોતું. તેને ચિત્રો બનાવવાનું ફાવતું નહોતું. તેથી બાળપણની સ્મૃતિની વહેંચણી અન્ય સાથે કરી શકતો નહોતો. તેણે પોતાની લાગણી રજૂ કરવા માટે યુવાનીમાં ખંડકાવ્ય લખ્યું હતું. તેમાં ઈશ્વરનું અસ્તિત્વ, પ્રેમનો પ્રભાવ, સૃષ્ટિની જિજ્ઞાસા વગેરે વિષયની વાત વણી લીધી હતી. તેને સંશોધનમાં પણ સુખ મળ્યું નહોતું અને લેખનમાં પણ સંતોષ નહોતો. ધંધામાં પણ તેને આત્મશાંતિ મળી નહોતી. અંતે તેણે ચાળીસ લીટીનો મૃત્યુપત્ર લખ્યો હતો અને તેની અપાર સંપત્તિમાંથી નોબેલ પારિતોષિક આપવાની પ્રથા શરૂ થઈ હતી. જોકે, આ બધું તેના મૃત્યુ પછી શરૂ થયું હતું.