અલીએ કોમેડી કિંગ કપિલ શર્માના ડિપ્રેશનની શોકિંગ વાત લોકો સામે મૂકી - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • અલીએ કોમેડી કિંગ કપિલ શર્માના ડિપ્રેશનની શોકિંગ વાત લોકો સામે મૂકી

અલીએ કોમેડી કિંગ કપિલ શર્માના ડિપ્રેશનની શોકિંગ વાત લોકો સામે મૂકી

 | 11:01 am IST

કોમેડિયન કપિલ શર્મા છેલ્લા કેટલાક સમયથી બીમાર પડ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક દિવસમાં 23 ટેબલેટ લઈ રહ્યો છે. કપિલ શર્માનો એક ઓડિયો પણ વાઈરલ થયો છે, જેમાં તે એક વેબસાઈટના એડિટરને અભદ્ર શબ્દો બોલી રહ્યા છે. તેના બાદ કપિલની વિરુદ્ધ સોશિયલ મીડિયા પર ઘણુંબધું લખાવા લાગ્યું. આ તમામ વિવાદો હવે રોકાવાનું નામ નથી લેતા.

અલી અસગરે કર્યો ખુલાસો
હાલમાં જ કપિલ શર્માની સાથે કામ કરી ચૂકેલ અલી અસગરનું કહેવું છે કે, કપિલ બાળકોની જેમ વ્યવહાર કરવા લાગ્યો છે. એક ઈન્ટરવ્યૂમાં અલીએ જણાવ્યું કે, ગત દિવસોમાં કપિલની તબિયત બહુ જ ખરાબ છે. હું તેની તબિયત જોવા ગયો હતો, જ્યાં મેં જોયું કે, કપિલે પોતાના હાથ પર પ્રીતિ સિમોસનું નામ લખ્યું છે. તે મને કંઈક કહેવા માંગતો હતો, પણ પોતાની વાત સારી રીતે કહી શક્તો ન હતો. અલી અસગરે કપિલના નવા શો માટે તેને અભિનંદન આપ્યા હત. જેને વાંચીને કોમેડી કિંગ ઈમોશનલ થઈ ગયો હતો.

ગર્લફ્રેન્ડને કારણે ડિપ્રેશનમાં
ઉલ્લેખનીય છે કે, કપિલ શર્મા કોમેડી નાઈટ વિથ કપિલના શો દરમિયાન ક્રિએટિવ હેડ પ્રીતિ સિમોસન સાથે ડેટ કરી રહ્યો હતો. પંરતુ આ સંબંધ લાંબો ચાલ્યો ન હતો અને બંને વચ્ચે સમસ્યાઓ આવવા લાગી હતી. પ્રીતિની સાથે કપિલના સંબંધ પર ફુલસ્ટોપ ત્યારે લાગ્યું જ્યારે કપિલે ગિન્ની ચતરથને પોતાની લાઈફ પાર્ટનર બતાવીને સોશિયલ મીડિયા પર જલ્દી જ લગ્ન કરવાની જાહેરાત કરી હતી.

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં પ્રીતિએ કપિલની ગર્લફ્રેન્ડ ગિન્ની પર સવાલ ઉઠાવ્યા હતા. તેણે કહ્યું હતં કે કપિલના ડિપ્રેશનનું કારણ તેની મિત્ર ગિન્ની છે. હાલ જ્યારે કપિલ તકલીફમાં છે, તો તે ક્યાં ગાયબ છે. કપિલના આ ખરાબ સમયમાં તેના અનેક ફ્રેન્ડ્સ તેની સાથે છે. કેટલાક તેને બીમાર પણ બતાવે છે.