alia-bhatt-and-her-friends-flashes-middle-finger-tiktok-video-viral-social-media
  • Home
  • Entertainment
  • Bollywood
  • અરે… આ પ્રખ્યાત અભિનેત્રીએ કરી દીધી મોટી ભૂલ , વીડિયોમાં કરી દીધો એવો ગંદો ઇશારો…

અરે… આ પ્રખ્યાત અભિનેત્રીએ કરી દીધી મોટી ભૂલ , વીડિયોમાં કરી દીધો એવો ગંદો ઇશારો…

 | 8:54 am IST

ફિલ્મો સિવાય હવે બોલિવૂડ સ્ટાર સોશિયલ મીડિયો પ્લેટફોર્મ ટિકટોક પર પણ જોવા મળે છે. તે પછી શિલ્પા શેટ્ટી હોય કે રિતેશ દેશમુખ દરેક લોકો ટિકટૉક પર ધમાલ મચાવી રહ્યા છે. એવામાં હવે બોલિવૂડની એક વધુ એક અભિનેત્રીએ આલિયા ભટ્ટનો પણ ટિકટૉક વીડિયો ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. જેમા તે કુલ અંદાજમાં તેના મિત્રો સાથે વીડિયો બનાવતી નજરે પડી રહી છે.

આલિયા ભટ્ટે આ ટિકટૉક વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ પર પણ શેર કર્યો છે. જેમા તે ફિંગર ચેલેન્જ વાળો વીડિયો કરતી જોવા મળી રહી છે. આ વીડિયોને આકાંક્ષા રંજન કપૂરે તેના ટિકટોક એકાઉન્ટ પર શેર કર્યો હતો. જે બાદ આલિયાએ પણ તેને ઇન્સ્ટાગ્રામ પર આ વીડિયો અપલોડ કર્યો છે. જોકે, 15મી માર્ચે તેનો 27મો જન્મ દિવસ હતો અને આલિયાએ આ દિવસને તેના પરિવાર અને ફ્રેન્ડ્સની સાથે સેલિબ્રેટ કર્યો આ દરમિયાન તેણે તેની ફ્રેન્ડ આકાંક્ષા રંજન, મેઘના ગોયલ અને શાહીન ભટ્ટની સાથે આ વીડિયો બનાવ્યો હતો.

View this post on Instagram

for life .. ??? (how I spent my birthday)

A post shared by Alia ☀️ (@aliaabhatt) on

એવામાં આલિયા ભટ્ટનો આ ટિક્ટોક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે અને તેને ફેન્સનો આ અંદાજ ખૂબ પસંદ આવી રહ્યો છે. લોકો તેમના આ વીડિયોમાં તેમના લુક અને અંદાજના ખૂબ વખાણ કરી રહ્યા છે. જોકે, આ વીડિયોમાં આલિયા અને તેની ફ્રેન્ડ્સે એક એવી હરકત પણ કરી દીધી છે. જે તેના ફેન્સને કદાચ નારાજ કરી શકે છે.

આ ટિકટૉક વીડિયોમાં પરર્ફોમન્સ અંતિમમાં આલિયા અને તેની ફ્રેન્ડ્સ મિડિલ ફિંગર જોવા મળી રહી છે. જેને લઇને હોય શકે છે કે ફેન્સને આ વાત સારી ન લાગે. જોકે, આ વાત અલગ છે કે તેની પર લોકોએ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ તેમના સ્વેગના વખાણ કરવાનું કોઇ ભુલ્યુ નથી.

આ પણ જુઓ : છોટાઉદેપુરના સંખેડામાં માર્ગ અકસ્માતમાં ત્રણના મોત

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન