Alia Bhatt and Parineeti Spotted At Dinner Party Of Priyanka
  • Home
  • Featured
  • Photos: પ્રિયંકા-નિકની ડિનર પાર્ટીમાં જોવા મળી આલિયા અને પરિણીતિ, જોઈ લો ફૉટો્સ

Photos: પ્રિયંકા-નિકની ડિનર પાર્ટીમાં જોવા મળી આલિયા અને પરિણીતિ, જોઈ લો ફૉટો્સ

 | 10:48 am IST

પ્રિયંકા ચોપરા અને નિક જોનસનાં લગ્નની તૈયારીઓ અત્યારે પુરજોશમાં છે. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે બંને આ વર્ષે 2 ડિસેમ્બરનાં રોજ જોધપુરમાં લગ્ન કરી શકે છે. જો કે કપલે અત્યાર સુધી લગ્નની તારીખનો ખુલાસો નથી કર્યો. લગ્ન માટે નિક જોનસ ભાઈ જૉ જોનસ સાથે ભારત આવી ચુક્યા છે. તેની સાથે પાર્ટનર સૉફી ટર્નર પણ આવી છે. સોમવારે પ્રિયંકા અને નિકને સંપૂર્ણ પરિવાર અને નજીકનાં દોસ્તો સાથે સ્પૉટ કરવામાં આવ્યા હતા.

ડિનર પાર્ટી બાદ નિકે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ફૉટો શેર કર્યો છે. આ ફૉટો પર તેમણે લખ્યું, ‘મુંબઈ નાઇટ્સ.’ કપલની આ પાર્ટીમાં આલિયા ભટ્ટ અને પરિણીતિ ચોપરા પણ જોવા મળ્યા હતા. સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે કપલ જોધપુરનાં ઉમેદ ભવન પેલેસમાં લગ્ન કરી શકે છે. બંને હેલિકૉપ્ટરથી વેડિંગ પ્લેસ સુધી પહોંચશે. મેવાડ હેલિકૉપ્ટર સર્વિસેસે આ વાતની પુષ્ટિ કરી છે.

સૂત્રોનું એ પણ કહેવું છે કે 29 નવેમ્બર અને 3 ડિસેમ્બર માટે એક હેલિકૉપ્ટર બૂક કરવામાં આવ્યું છે. આ 29 નવેમ્બરનાં રોજ જોધપુરનાં ઉમેદ પેલેસ લેન્ડ કરશે અને 3 ડિસેમ્બરનાં રોજ પરત ફરશે. આ વર્ષ બોલીવુડમાં લગ્ન માટે યાદ રહેશે. સોનમ કપૂર, નેહા ધૂપિયા અને દીપિકા પાદુકોણ બાદ હવે પ્રિયંકા ચોપરા લગ્નનાં બંધનમાં બંધાવા જઈ રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન