ranbir kapoor and Alia bhatt filmfare award ceremony 2019
  • Home
  • Featured
  • Photos: ફિલ્મફેરમાં છવાયો આલિયાનો જાદૂ, પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દીધા

Photos: ફિલ્મફેરમાં છવાયો આલિયાનો જાદૂ, પ્રશંસકોને મંત્રમુગ્ધ કરી દીધા

 | 1:07 pm IST

વર્ષ 2012થી આલિયા ભટ્ટ બોલીવુડમાં સક્રિય છે. સ્ટૂડંટ ઓફ ધ ઈયરથી પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરનાર આ ખુબસુરત અભિનેત્રી માટે વર્ષ 2018નું કંઈક ખાસ રહ્યુ. આ વર્ષે તેની ફિલ્મ રાઝી રિલીઝ થઈ. આ ફિલ્મની ચારેતરફ પ્રશંસા થઈ. વર્ષ 2019માં ફિલ્મફેર એવોર્ડ સમારોહમાં પણ આ ફિલ્મની બોલબાલા રહી. આલિયાને ફિલ્મ રાઝી માટે બેસ્ટ ફીમેલ એક્ટ્રેસનો એવોર્ડ આપવામાં આવ્યો છે.

આલિયા જ નહી ફિલ્મની ડિરેકિટર મેઘના ગુલઝારને બેસ્ટ ડાયરેક્શનનો એવોર્ડ મળ્યો છે. સમારોહમાં આલિયાનો લુક પણ જાદૂ ચલાવી રહ્યો હતો. આલિયા જ નહી તેનો બોયફ્રેંડ રણબીર કપૂરને પણ ફિલ્મ સંજૂ માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મમાં સંજય દત્તની દમદાર એક્ટીંગ કરવા બદલ રણબીરના ખુબજ વખાણ થયા હતા.

આલિયા અને રણબીર માટે 2019નું વર્ષ ખુબજ ખાસ રહ્યુ બંનેને ફિલ્મફેર એવોર્ડ મળ્યા. હાલ આ જોડી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ના શૂટિંગમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ મુખ્ય રોલ નિભાવી રહ્યા છે. આ સિવાય આલિયા વરૂણ ધવનની સાથે કલંક ફિલ્મમાં જોવા મળશે.

હાલ તો આલિયા અને રણબીર પોતાની પર્સનલ અને પ્રોફેસનલ લાઈફને કારણે ભારે ચર્ચામાં છે. રણબીરના પિતા તેની અમેરિકામાં સારવાર પતાવી ભારત પરત ફરે તે સમયની રાહ જોવામાં આવી રહી છે. આ કપલ થોડા સમયમાં જ સાત ફેરા લે તો કંઈ નવાઈ નહી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન