Alia Bhatt and Ranbir Kapoor planning a December wedding
  • Home
  • Featured
  • Photos: લો થઈ જાઓ તૈયાર, ડિસેમ્બરમાં આ શહેરમાં સપ્તપદીના ફેરા લેશે આલિયા રણબીર

Photos: લો થઈ જાઓ તૈયાર, ડિસેમ્બરમાં આ શહેરમાં સપ્તપદીના ફેરા લેશે આલિયા રણબીર

 | 9:43 am IST

રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી સતત ચર્ચામાં છે. આલિયા શરૂઆતથી જ રણબીરને ખુબજ પસંદ કરતી આવી છે. જો કે ત્યારે રણબીર કેટરીના કૈફ સાથે રિલેશનમાં હતો. જ્યારે રણબીર કેટરીના અલગ થયા આલિયાએ રણબીરને ખુબજ સાથ આપ્યો. એવુ લાગ્યુ કે કિસ્મત પણ આ કપલને સાથે જોવા માંગતી હતી. અયાન મુખર્જીની ફિલ્મ બ્રહ્માસ્ત્રમાં એક સાથે કામ કરવાનો મોકો મળ્યો.

કેટલાયે સમયથી એક બીજાને ડેટ કરી રહેલ આલિયા અને રણબીરની જોડી દર્શકોને ખુબજ પસંદ છે. કેટલાયે સમયથી આ કપલ ક્યારે પરણીને ઠરીઠામ થશે બસ તેજ વાત ચર્ચામાં છે. બ્રહ્માસ્ત્ર ફિલ્મ પછી તરતજ બંને લગ્ન કરી લેવાના હતા તેવા સમાચારોએ જોર પકડ્યુ હતુ.

એક રિપોર્ટ અનુસાર આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્ન મુંબઈમા ફાઇનલ વેન્યુ કર્યુ છે. એટલેકે આલિયા રણબીર મુંબઈમાં જ લગ્ન કરશે. ડિસેમ્બરમાં આ કપલ પ્રભુતામાં પગલા પાડશે.

સમાચાર મળી રહ્યા છે કે 21 ડિસેમ્બરે ફંક્શનની શરૂઆત થશે અને આ કાર્યક્રમ 4 દિવસ ચાલશે. રણબીરના પિતા ઋષિ કપૂરની તબીયત હવે સારી છે આથી હવે લગ્ન કરવામાં કોઈ વિઘ્ન નહી આવે એ વાત તો સ્પષ્ટ છે

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન