Alia Bhatt Celebrate her Birthday with Ranbir Kapoor and Family
  • Home
  • Videos
  • Featured Videos
  • આલિયાએ એક સાથે કરી ત્રણ કેક કટ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

આલિયાએ એક સાથે કરી ત્રણ કેક કટ, વીડિયો થઈ રહ્યો છે વાયરલ

 | 1:27 pm IST

બોલિવૂડ એક્ટ્રેસ આલિયા ભટ્ટે ગઈકાલે તેના 26મા જન્મ દિવસની ઉજવણી કરી હતી. ગુરૂવારે રાત્રે આલિયાએ તેના ઘરે તેના પરિવાર અને દોસ્તો સાથે એક નહીં પરંતુ ત્રણ કેક કાપીને બર્થ ડેની ઉજવણી કરી હતી. આનો એક વીડિયો ઈન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો છે. આલિયા સાથે તેની માતા સોની રાજદાન પણ નજરે આવી રહ્યા છે.

ઉપરાંત આલિયાના બર્થ ડે સેલિબ્રેશન પર તેની આગામી ફિલ્મ ‘બ્રહ્યાસ્ત્ર’માં સાથે કામ કરનાર બોલિવૂડ સ્ટાર રણબીર કપૂર પણ હાજર હતો. આ સિવાય મસાબા ગુપ્તા, આકાંક્ષા અને અનુષ્કા રંજન, ડિરેક્ટર કરણ જોહર, બહેન પૂજા ભટ્ટ અને પિતા મહેશ ભટ્ટ હાજર હતા. આલિયા ભટ્ટના બર્થ ડેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. પરંતુ આ વીડિયો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે અને લોકો દ્વારા આલિયાને જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે. આલિયાની ફિલ્મ ‘કંલક’ પણ હાલ ચર્ચામાં છે અને આ ફિલ્મ જલ્દી રિલીઝ થવાની તૈયારમાં છે. આ ફિલ્મમાં આલિયા સાથે સંજય દત્ત, માધુરી દિક્ષીત, સોનાક્ષી સિન્હા, આદિત્ય રોય કપૂર અને વરૂણ ધવન મુખ્ય ભૂમિકામાં છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન