alia bhatt cried in an event while talking about depression of sister
  • Home
  • Entertainment
  • Bollywood
  • ચાલુ ઈવેન્ટમાં આ કારણે આલિયા ભટ્ટ ચોધાર આસુંએ રડવા લાગી, Live વીડિયો ધડાધડ વાયરલ

ચાલુ ઈવેન્ટમાં આ કારણે આલિયા ભટ્ટ ચોધાર આસુંએ રડવા લાગી, Live વીડિયો ધડાધડ વાયરલ

 | 12:02 pm IST

આલિયા ભટ્ટ પોતાની બહેન શાહીન ભટ્ટને લઈને ઘણી ઈમોશનલ છે. આ ઘટના એક ઈવેન્ટ દરમિયાન જોવા મળી હતી. મુંબઈમાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યાં આલિયા સાથે એની બહેન શાહીન પણ હાજર રહી હતી. આ દરમિયાન આલિયાએ પોતાના જીવન વિશે ઘણા ખુલાસા કર્યા હતા કે જે ખરેખર ઈમોશનલ હતા. આલિયા વાત કરતાં કરતાં જ વચ્ચે રડવા લાગી.

આલિયાએ એની બહેનના ડિપ્રેશન વિશે વાત કરી હતી. વાત કરતાં કરતાં તેનું ગળું ભરાઈ આવ્યું અને તે થોડી વાર અટકી ગઈ પછી કંટ્રોલ ન કરી શકી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી. શાહીને તેને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. બરખા દત્તે આ વીડિયો ટ્વીટર પર શેર કર્યો છે.

ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ શાહીનથી 5 વર્ષ નાની છે. આલિયાએ વાત કરી કે હું બહેન સાથે રહી તેની બુક વાંચી અને ભાવનાઓને સમજી. મહેશ ભટ્ટની દિકરી શાહીનને ડ્રિપેશને 13 વર્ષની ઉંમરે જ ઘેરી લીધી હતી. એવામાં પોતાના ડ્રિપેશન પર આઈ હેવ નેવર બીન અપહૈપ્પીયર નામની બૂક લખી હતી.

આલિયા ભટ્ટ સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહેતી જોવા મળે છે. શાહીને પોતાવી જિંદગીના દરેક પહેલું આ બૂકમાં હુબહુ લખ્યા છે. આ બૂકને લઈ આલિયાએ સોશિયલ મીડિયા પર પણ વાત કરી હતી. આલિયા અવાર નવાર સોશિયલ મીડિયામાં પોતાની બહેન વિશે કંઈક કંઈક લખતી રહે છે.

આ વીડિયો પણ જુઓ: જમ્મુ કાશ્મીરમાં ભારે હિમવર્ષા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન