shaheen bhatt battle with depression alia bhatt crying Mumbai event
  • Home
  • Featured
  • Photos: બહેનનું નામ પડતાંજ છલકાઈ ઉઠ્યુ આલિયાનું દર્દ, બધાની સામે જ ફુટીફુટીને રોઈ પડી

Photos: બહેનનું નામ પડતાંજ છલકાઈ ઉઠ્યુ આલિયાનું દર્દ, બધાની સામે જ ફુટીફુટીને રોઈ પડી

 | 11:21 am IST

આલિયા ભટ્ટ પોતાની મોટી બહેન શાહીનની ખુબજ નજીક છે. સોશિયલ મીડિયા પર બંનેની દોસ્તી અને પ્યારના કિસ્સાઓ ચર્ચાતા રહે છે. હાલ શાહીન લંડનમાં અઙ્યાસ કરી રહી છે. જ્યારે જ્યારે આલિયાને મોકો મળે તે લંડન તેની બહેન પાસે પહોંચી જાય છે.

આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ મુંબઈમાં એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ કાર્યક્રમમાં બહેન શાહીનની ડિપ્રેશનની વાત આવતા જ આલિયા ભટ્ટ રડી પડી હતી. શાહીને થોડા સમય પહેલા જ ઇન્સ્ટાગ્રામની મદદથી જણાવ્યુ હતુ કે કેવી રીતે તે ડિપ્રેશનનો શિકાર થઈ હતી બચપનમાં જ તેની આ લડાઈ શરૂ થઈ ચુકી હતી. માત્ર 13 વર્ષની ઉંમરે તેના પર ડિપ્રેશન સવાર થયુ હતુ.

શાહીને તેની આ લડાઈને યાદ કરીને એક પુસ્તક પણ લખ્યું છે. જેનુ નામ છે I’ve Never Been Unhappier આલિયા અને શાહીન ફેસબુક અને બરખા દત્તના કાર્યક્રમ ધ વુમેનમાં હાજર રહી હતી, જ્યાં આલિયાનું દર્દ છલકાયુ હતુ.

આલિયાએ કહ્યુ કે તેને દુખ એ વાતનું છે કે પાસે હોવા છતાં તેની બહેનનું આ દર્દ તેના પુસ્તક બાદ તેને સમજમાં આવ્યુ. આલિયાને આજે પણ એ વાતનો પસ્તાવો છે કે તેણે તેની બહેનની કોઈ મદદ ન કરી.

અર્જુન કપૂરે શાહીનને પુસ્તક લખવા બદલ અભિનંદન આપ્યા હતા અને ખુબજ બહાદુર છે તેમ કહ્યુ હતુ. આલિયા ભટ્ટ તેની બહેન શાહીન કરતા 5 વર્ષ નાની છે અને સોની રાજદાન અને ડાયરેક્ટર મહેશ ભટ્ટની પુત્રીઓ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન