આલિયા ભટ્ટે દીપિકા અને પ્રિયંકા ચોપરાને શેમાં પાછળ છોડયા? - Sandesh
NIFTY 10,856.70 +13.85  |  SENSEX 35,739.16 +46.64  |  USD 67.6425 +0.16
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આલિયા ભટ્ટે દીપિકા અને પ્રિયંકા ચોપરાને શેમાં પાછળ છોડયા?

આલિયા ભટ્ટે દીપિકા અને પ્રિયંકા ચોપરાને શેમાં પાછળ છોડયા?

 | 1:12 am IST

મહેશ ભટ્ટની લાડકી દીકરી આલિયાએ બોલિવૂડમાં એન્ટ્રી કરવાની સાથે બતાવી દીધું કે એ સેલિબ્રિટી કિડને કારણે ફિલ્મોમાં નથી આવી પણ એનામાં અભિનય પ્રતિભા ઠાંસીઠાંસીને ભરી છે. તાજેતરમાં આવેલી રાઝી દ્વારા એણે સાબિત પણ કરી દીધું કે સો કરોડ ક્લબમાં પોતાની પ્રતિભાને કારણે સ્થાન મેળવ્યું છે અને એના કારણે જ આલિયા યંગ જનરેશનની ફેવરિટ બની છે. પાવરફુલ અભિનય અને ટ્રેન્ડી લુક્સને કારણે એ ટ્વિટર પર ‘મોસ્ટ એંગેજિંગ એક્ટ્રેસ ઓફ બોલિવૂડ’ બની છે. સ્ટાર પાવર અંગેનો સરવે કરતી સ્કોર ટ્રેન્ડ્સ ઈન્ડિયાના જણાવ્યા મુજબ આલિયા ભટ્ટ પૂરા સો માર્ક્સ સાથે મોસ્ટ એંગેજિંગ એક્ટ્રેસ ઓફ બોલિવૂડ બની છે.