Has Alia Bhatt Gifted Her Driver Rs 50 Lakh To Buy A House In Mumbai?
  • Home
  • Entertainment
  • Bollywood
  • આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવરને આપી સુંદર ભેટ, કરી આટલી મોટી મદદ

આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવરને આપી સુંદર ભેટ, કરી આટલી મોટી મદદ

 | 11:02 am IST

બોલીવુડના કલાકારો પોતાની આસપાસ રહેતા અને તેમને ત્યાં કામ કરતા લોકોને મદદ કરતા હોય તેવા કિસ્સાઓ અવારનવાર સામે આવે છે. ખુબજ વ્યસ્ત જીવનશૈલીના કારણે આ કલાકારો પોતાને ત્યાં કામ કરવા કેટલાક લોકોને રાખે તે સ્વાભાવિક છે. હવે આવા લોકોને જ્યારે જ્યારે મદદની જરૂર પડે છે ત્યારે પોતાના પરિવારનોજ એક હિસ્સો સમજી આ કલાકારો તેમને મદદ કરતાં હોય છે. આ કલાકારોનું જીવન સાર્વજનીક જેવુ જ હોય છે આથી આ લોકો જે પણ કરે છે તેની નોંધ લેવાતી હોય છે.

View this post on Instagram

❤️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

બોલીવુડની ખુબસુરત અભિનેત્રી આલિયા ભટ્ટે થોડા સમય પહેલાં 26મો જન્મદિવસ પોતાના પરિવાર અને મિત્રો સાથે ખુબજ ધામધુમથી મનાવ્યો હતો. આલિયાના જન્મદિવસ પર બોયફ્રેંડ રણબીર કપૂરે એકટ્રેસ સાથે રોમાંટિક ડેટનો પ્લાન કર્યો હતો, જન્મદિવસના ખાસ અવસર પર આલિયા ભટ્ટે પોતાના ડ્રાઈવર અને હેલ્પરને એક સુંદર ભેટ આપી હતી. રિપોર્ટ અનુસાર આલિયાએ બંનેને 50-50 લાખનો ચેક આપ્યો હતો.

મીડિયા રિપોર્ટ અનુસાર આલિયાની પહેલી ફિલ્મ સ્ટૂડંટ ઓફ ધ ઈયરના સમયથી સાથે રહેલ આલિયા ભટ્ટ અને તેનો ડ્રાઈવર સુનીલ અને હેલ્પર અનમોલ કામ કરી રહ્યા છે. આલિયાની અત્યાર સુધીની સફરમાં બંનેએ હંમેશા સાથ આપ્યો છે. આજ કારણે એકટ્રેસે બંનેને ઘર ખરીદવા પૈસા આપ્યા હતા.

View this post on Instagram

#GharMorePardesiya today at 12:30pm❤️

A post shared by Alia 🌸 (@aliaabhatt) on

આલિયા ભટ્ટ થોડા સમયમાં ફિલ્મ કલંકમાં નજરે ચડશે. આ ફિલ્મનું ટીઝર અને સોંગ રીલીઝ થઈ ગયા છે. આલિયા પહેલી વાર ક્લાસિકલ ડાંસ કરતી દેખાશે એ પણ બોલીવુડ દીવા માધુરી દિક્ષીત સાથે. ફિલ્મ કલંકનું સોંગ ઘર મોરે પરદેશિયા ગઈ કાલે જ રિલીઝ થયુ છે અને પ્રશંસકો તેને ખુબજ વખાણી રહ્યા છે.

આ સોંગને શ્રેયા ઘોષાલે અને વૈશાલી માડેએ પોતાનો કામણગારો કંઠ આપ્યો છે. આ સોંગને પ્રીતમે મ્યૂઝિક આપ્યુ છે. શબ્દો અમિતાભ ભટ્ટાચાર્યના છે. રેમો ડિસૂઝાએ સોંગને કોરિયોગ્રાફ કર્યુ છે. આલિયા ભટ્ટે આ ફિલ્મમાં વરૂણ ધવન સાથે કામ કર્યુ છે. આલિયા વરૂણની આ ચોથી ફિલ્મ છે. આલિયા ભટ્ટ અને વરૂણની ઓન સ્ક્રીન કેમેસ્ટ્રી ખુબજ વખણાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન