Alia Bhatt Instagram Followers List Reach at 30 Million
  • Home
  • Entertainment
  • Bollywood
  • શાહરૂખ-સલમાન જેવા સ્ટાર્સ પણ આ મામલે આલિયા ભટ્ટથી થયા પાછળ, બનાવ્યો નવો રેકોર્ડ

શાહરૂખ-સલમાન જેવા સ્ટાર્સ પણ આ મામલે આલિયા ભટ્ટથી થયા પાછળ, બનાવ્યો નવો રેકોર્ડ

 | 3:04 pm IST

આલિયા ભટ્ટની મોટા ભાગની ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. જ્યારે હવે આલિયાનું નામ બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાં બોલાઈ રહ્યું છે. ફિલ્મ ‘રાઝી’થી આલિયાએ દર્શકોનુ દિલ જીતી લીધું અને પોતાની એક અલગ ઓળખ બનાવી. ફિલ્મફેરમાં પણ આલિયાને આ ફિલ્મ માટે સર્વત્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મળ્યો.

આલિયા ભટ્ટ સતત નવા રેકોર્ડ બનાવી રહી છે. તેઓ સોશિલયમ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. આ કારણે હવે સોશિયલ મીડિયા એપ ઈન્સ્ટાગ્રામ પર આલિયાના 30 મિલિયન(3 કરોડ) ફોલોવર્સ થયા છે. આ મામલે આલિયાએ કેટલાક મોટા એક્ટર્સને પણ પાછળ મૂકી દીધા છે. ફોલોવર્સની લિસ્ટ રેકોર્ડ લેવલે પહોંચતા આલિયાએ એક વીડિયો પોસ્ટ કરી ફેન્સને ધન્યવાદ કહ્યું છે.

આ વીડિયોમાં આલિયાની પહેલી ફિલ્મ ‘સ્ટૂડેન્ટ ઓફ ધ યર’થી લઈને 2019માં રિલીઝ થનારી ફિલ્મ ‘કલંક’ સુધીની જર્ની જોવાઈ રહી છે. વીડિયોમાં આલિયાની ફિલ્મોના મેકિંગ સીન્સ પર સામેલ કરવામાં આવ્યા છે. આ પોસ્ટ સાથે આલિયાએ લખ્યું કે,‘આ સફર ખૂબજ અદ્ભૂત રહ્યો, પરંતુ આ એક શરૂઆત છે. 30M.’

ઉલ્લેખનીય છે કે આ મામલે આલિયા હવે સલમાન ખાન, શાહરૂખ ખાન અને કેટરીના કૈફ સહિત કેટલાક સ્ટાર્સથી આગળ નીકળી ગઈ છે. સલમાનના ઈન્સ્ટાગ્રામ પર 21 મિલિયન(2.1 કરોડ) જ્યારે શાહરૂખ ખાનના 16 મિલિયન(1.6 કરોડ) અને કેટરીનાના 19 મિલિયન(1.9 કરોડ)થી વધુ ફોલોવર્સ છે. જોકે હવે આલિયા, દીપિકા પાદુકોણ(3.3 કરોડ) અને પ્રિયંકા ચોપરા(3.7 કરોડ)થી પાછળ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન