Alia Bhatt now Confirm for SS Rajamouli Film ‘RRR’, Ajay Devgan also Part of this Film
  • Home
  • Entertainment
  • Bollywood
  • રાજામૌલીની ફિલ્મ ‘RRR’માં આલિયા ભટ્ટ, બોલિવૂડનો આ દિગ્ગજ સ્ટાર પણ જોવા મળશે

રાજામૌલીની ફિલ્મ ‘RRR’માં આલિયા ભટ્ટ, બોલિવૂડનો આ દિગ્ગજ સ્ટાર પણ જોવા મળશે

 | 3:16 pm IST

ભારતીય ફિલ્મ જગતને બાહુબલી જેવી બ્લોકબસ્ટર ફિલ્મ આપનાર ડિરેક્ટર એસએસ રાજામૌલીની મલ્ટીસ્ટારર ફિલ્મ ‘રામા રાવણ રાજ્યમ’(RRR) સંબંધી મોટી જાહેરાત કરવામાં આવી છે. હૈદરાબાદમાં સ્પેશલ પ્રેસ મીટ કરીને રાજામૌલીએ મૂવીની રિલીઝ ડેટ અને સ્ટારકાસ્ટનો ખુલાસો કર્યો. RRR, 30મી જુલાઈ 2020નો રોજ દુનિયાભરમાં રિલીઝ થશે. આ ફિલ્મને તમિલ, તેલુગુ, હિન્દી, મલયાલમ અને અન્ય બીજી ભારતીય ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.


આ સિવાય મોટી ખબર એ છે કે આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં આલિયા ભટ્ટ અને અજય દેવગનનું નામ પણ સામેલ છે. જુનિયર એનટીઆર અને રામ ચરણ સ્ટારર આ ફિલ્મની કાસ્ટિંગ સંબંધી ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. આલિયાના ફિલ્મ સાઇન કરવા પણ શંકા યથાવત હતી. પરંતુ હવે કન્ફર્મ થઈ ગયું છે કે આલિયા RRRથી સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કરશે. ફિલ્મમાં આલિયા ભટ્ટ મુખ્ય ભૂમિકામાં જોવા મળી શકે છે. તેઓ રામ ચરણ સાથે નજરે આવશે. ઉપરાંત અજય દેવગનનો પણ આ ફિલ્મમાં મહત્વનો રોલ છે. જોકે પ્રેસ મીટમાં રાજામૌલીએ સ્પષ્ટતા કરી કે અજય, આલિયા અને બાકીના સ્ટાર્સ સ્પોર્ટિંગ રોલમાં હશે જ્યારે જુનિયર એનટીઆર અને રામચરણ લીડ રોલમાં દેખાશે.

આ ફિલ્મને હૈદરાબાદમાં ભવ્ય સેટ લગાવીને શૂટ કરવામાં આવશે. રિપોર્ટ મુજબ તાજેતરમાં હૈદરાબાદમાં જ ફિલ્મનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે બાહુબલી ફેમ પ્રભાસ અને રાણા દગ્ગુબાતી સિવાય સાઉથના કેટલાક દિગ્ગજોએ હાજરી આપી હતી. ફિલ્મની સ્ટોરી વિશે રાજામૌલીએ કહ્યું કે,‘આ સંપૂર્ણ રીતે ફિક્શન પર બેસ્ડ કહાની છે. જે બે રિયલ હીરો પર આધારીત છે. આ ફિલ્મમાં બધું ભવ્ય હશે. ઘણી રિસર્ચ કરવામાં આવી છે. અમારે સપોર્ટિંગ કેરેક્ટર્સ માટે પણ મોટા સ્ટાર્સને લેવાના હતા.’

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન