હિજાબ પહેરીને રેલવે સ્ટેશન પર બેઠેલી જોવા મળી આલિયા ભટ્ટ - Sandesh
NIFTY 10,584.70 +20.65  |  SENSEX 34,450.77 +35.19  |  USD 66.4750 +0.36
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Photo Gallery
  • હિજાબ પહેરીને રેલવે સ્ટેશન પર બેઠેલી જોવા મળી આલિયા ભટ્ટ

હિજાબ પહેરીને રેલવે સ્ટેશન પર બેઠેલી જોવા મળી આલિયા ભટ્ટ

 | 6:15 pm IST

આલિયા ભટ્ટ રવિવારની સાંજે મુંબઇનાં એક રેલવે સ્ટેશન પર બેઠેલી જોવા મળી હતી. આલિયાનો લૂક ઘણો જ સિમ્પલ હતો તેથી તે ઓળખાતી નહોતી. આલિયાએ પોતાનો આ લૂક પોતાની આગામી ફિલ્મ ‘ગલી બૉય’ માટે રાખ્યો છે. આ ફિલ્મમાં તે અભિનેતા રણવીર સિંહ સાથે જોવા મળશે. શૂટિંગ માટે રવિવારનો દિવસ પસંદ કરવામાં આવ્યો હતો કારણ કે રજાનાં દિવસે ભીડ ઓછી હોય છે. આવામાં શૂટિંગ કરવામાં અને આજુબાજુનાં લોકોને ઓછી મુશ્કેલી પડે છે.

રણવીર સિંહ અને આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગલી બૉય’ની ઘણી બધી તસવીરો સામે આવી છે. ‘ગલી બૉય’ 14 ફેબ્રુઆરી 2019નાં રોજ રિલીઝ થશે. ઝોયા અખ્તરનાં નિર્દેશનમાં બની રહેલી આ ફિલ્મ એક સ્ટ્રીટ રૈપરની વાર્તા છે જે પોતાની હુનરને કારણે સામાન્ય સ્થિતિમાંથી સ્ટાર બને છે. ફિલ્મમાં રણવીર સિંહ રૈપરની ભૂમિકામાં છે.