Alia Bhatt Snapped Outside Spa in Mumbai
  • Home
  • Featured
  • Photos: આલિયા ભટ્ટે સ્પામાં પસાર કર્યો સન્ડે, સુંદર તસવીરો આવી સામે

Photos: આલિયા ભટ્ટે સ્પામાં પસાર કર્યો સન્ડે, સુંદર તસવીરો આવી સામે

 | 11:55 am IST

બોલીવુડની શાનદાર અભિનેત્રી આલિયા ભટ્ટ રવિવારનાં રોજ મુંબઈમાં સ્પૉટ થઇ હતી. આલિયા ઘણા જ સિમ્પલ અંદાજમાં જોવા મળી હતી. મુંબઈમાં એક સલૂન બહાર આલિયા ભટ્ટ જોવા મળી હતી. પીળા રંગનાં કેઇસ આઉટફિટમાં આલિયા ભટ્ટ જોવા મળી હતી. આલિયા સિમ્પલ અંદાજમાં પણ મનમોહક લાગી રહી હતી. આલિયા ભટ્ટ અત્યારે રણબીર કપૂર સાથેની રીલેશનશિપને લઇને ચર્ચામાં છે.

આ ઉપરાંત આલિયા ભટ્ટ રણબીર કપૂર સાથે ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ પણ કરી રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આલિયા ભટ્ટ સાથે સાથે ‘કલંક’ ફિલ્મનું પણ શૂટિંગ કરી રહી છે. તાજેતરમાં જ ફિલ્મનાં સેટ પરથી આલિયા ભટ્ટનો ડાન્સ કરતો વિડીયો વાયરલ થયો હતો. ધર્મા પ્રોડક્શનનાં બેનર હેઠળ બની રહેલી ‘કલંક’ ફિલ્મનાં ડાયરેક્ટર અભિષેક બર્મન છે. ફિલ્મનાં ગીતનાં લીક થયેલા ફૉટો અને વિડીયોમાં આલિયા ભટ્ટ ગ્વાલિયરનાં એક કિલામાં ડાન્સ કરતી જોવા મળી રહી છે.

આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે વરૂણ ધવન પણ જોવા મળશે. વરૂણ ધવને ફિલ્મની શૂટિંગ પુરી કરી દીધી છે. આ ફિલ્મમાં સંજય દત્ત, માધુરી દીક્ષિત, સોનાક્ષી સિન્હા અને આલિયા ભટ્ટ જોવા મળશે. આ ઉપરાંત આલિયા ભટ્ટ ‘તખ્ત’ ફિલ્મમાં પણ જોવા મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન