આલિયા-વરુણની જોડી ફરી ચમકશે ફિલ્મી પડદે, જાણો કઈ છે ફિલ્મ - Sandesh
NIFTY 10,801.85 -4.75  |  SENSEX 35,543.94 +-12.77  |  USD 68.0700 +0.56
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • આલિયા-વરુણની જોડી ફરી ચમકશે ફિલ્મી પડદે, જાણો કઈ છે ફિલ્મ

આલિયા-વરુણની જોડી ફરી ચમકશે ફિલ્મી પડદે, જાણો કઈ છે ફિલ્મ

 | 1:32 pm IST

28 વર્ષ પહેલાં બનેલી સુપરહીટ ફિલ્મ ચાલબાઝની પણ રીમેક બનશે. આ રીમેક ડેવિડ ધવન બનાવશે. થોડા સમયે પહેલાં જ વરુણ ધવન સાથે જુડવાની રીમેક ફિલ્મ બનાવનાર ડેવિડ ચાલબાઝમાં અભિનેત્રી તરીકે આલિયા ભટ્ટને લેશે.

શ્રીદેવી, સની દેઓલ અને રજનીકાંતની ફિલ્મ ચાલબાઝને દર્શકો ખૂબ માણી હતી. આ ફિલ્મમાં શ્રીદેવીની ડબલરોલમાં જોવા મળી હતી. આ ફિલ્મ અગાઉ પંકજ પરાશરે દિર્ગ્દિશત કરી હતી જ્યારે હવે તેના પર ડેવિડ ધવન હાથ અજમાવશે. ડેવિડ ધવને ફિલ્મ બનાવવાનો નિર્ણય કર્યો ત્યારથી જ આલિયા ભટ્ટને પણ ફાયનલ કરી દીધી હતી. આ ફિલ્મ અંગે આલિયા અને ડેવિડ ધવન વચ્ચે ચર્ચા પણ થઈ ચુકી છે. આ સાથે જ રજનીકાંતે નિભાવેલા રોલ માટે વરુણ ધવનને પણ ફાઈનલ કરી દેવામાં આવ્યો છે. હવે જોવાનું રહ્યું કે સની દેઓલની ભૂમિકામાં કયો અભિનેતા જોવા મળશે.