આલિયા, રણબીરે શરૂ કરી 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગ, શેર કરી તસવીર - Sandesh
  • Home
  • Entertainment
  • Bollywood
  • આલિયા, રણબીરે શરૂ કરી ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગ, શેર કરી તસવીર

આલિયા, રણબીરે શરૂ કરી ‘બ્રહ્માસ્ત્ર’ની શૂટિંગ, શેર કરી તસવીર

 | 10:48 am IST

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડીને ચમકાવતી ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ હાલ ચર્ચામાં છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, રણબીર કપૂર અને બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. અયાન મુખર્જીની આ ફિલ્મ પર આલિયા અને રણબીર કપૂરે કામ કરવાની શરૂઆત કરી દીધી છે.

prep vibes 🌈

A post shared by Alia ✨⭐️ (@aliaabhatt) on


વર્ષ 2018ની શરૂઆતથી જ આલિયા અને રણબીરે તેમની આગામી ફિલ્મ પર કામ કરવાની શરૂઆત કરી દીધી છે. આ ફિલ્મના શૂટિંગ માટે હાલ અયાન મુખર્જી, રણબીર અને આલિયા ઈઝરાયલ પહોંચ્યા છે. આલિયા ભટ્ટે તેમના આ પ્રવાસની એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર પણ કરી છે. આલિયાનું જણાવવું છે કે તે આ ફિલ્મ માટે ખૂબ ઉત્સાહી છે. ઉલ્લેખનીય છે કે આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની જોડી પહેલીવાર દર્શકોને જોવા મળશે. ફિલ્મ વર્ષ 2019માં 15 ઓગસ્ટના રોજ રિલીઝ થશે.