Alibaba Founder Jack Ma's '669' Sex Advice to Newlywed Employees
  • Home
  • Business
  • 12 કલાકની નોકરી બાદ હવે જેક માએ આપી વિચિત્ર સલાહ, જાણો શું છે 669 મંત્ર

12 કલાકની નોકરી બાદ હવે જેક માએ આપી વિચિત્ર સલાહ, જાણો શું છે 669 મંત્ર

 | 7:29 pm IST

અલીબાબાના સંસ્થાપક જૈક મા અવારનવાર પોતાની નીતિઓના કારણે ચર્ચામાં રહે છે. થોડા દિવસ પહેલા તેમણે લોકોને 996નો વિચાર અપનાવવાની સલાહ આપી હતી. 996નો અર્થ છે કે સવારે 9 વાગ્યાથી લઈને રાત્રે 9 વાગ્યા સુધી સપ્તાહમાં 6 દિવસ કામ કરો. પરંતુ હવે તો તેમણે સેક્સને લઈને પણ સલાહ આપી છે.

આ માટે તેમણે 669નો કોન્સેપ્ટ જણાવ્યો છે, જેનો અર્થ છે છ દિવસ, છ વાર સેક્સ કરવાનો છે.

ચીન સહિત દુનિયાભરમાં સૌથી ધનવાન વ્યક્તિઓમાં શામેલ એવા જેક માં એ કંપનીના કર્મચારીઓના સમુહલગ્ન દરમિયાન આ વાત કહી હતી. માએ કહ્યું હતું કે, હું કામના સમયે 996 પર ભાર આપુ છું અને અંગત જીવન માટે 669નું પાલન કરવું જોઈએ.

54 વર્ષના જેક મા દર વર્ષે પોતાની કંપનીના કર્મચારીઓના સમુહલગ્નનું આયોજન કરે છે. આ કાર્યક્રમ 10 મે યોજાય છે. ટેક્નોલોજી ઈન્ડસ્ટ્રીમાં જેક માના 996 વાળા કોન્સેપ્ટની ખુબ જ ટીકા થઈ હતી. હજી આ વિવાદ બરાબર સમ્યો પણ નથી ત્યારે જેક મા ના 669ના ના ફોર્મ્યુલાએ સોશિયલ મીડિયા પર ભારે ખળભળાટ મચાવ્યો છે.

આ વીડિયો પણ જુઓ

અમદાવાદમાં ટ્રાફિક પોલીસની સરાહનીય કામગીરી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન