Business: alibaba group founder jack ma success story
  • Home
  • Business
  • 30 જગ્યાએથી રિજેક્ટ, હાવર્ડે માર્યો ધક્કો, ઇન્ટરનેટમાં ‘ઢ’ આજે નેટનો બાદશાહ બન્યો અબજપતિ

30 જગ્યાએથી રિજેક્ટ, હાવર્ડે માર્યો ધક્કો, ઇન્ટરનેટમાં ‘ઢ’ આજે નેટનો બાદશાહ બન્યો અબજપતિ

 | 2:43 pm IST

દુનિયામાં દરરોજ ઘણા બધા લોકોને નોકરીમાંથી હાંકી કાઢવામાં આવે છે અથવા નોકરી માટે કંપનીના પગથીયા ઘસી નાખે છે, તેમાંથી કેટલાક લોકોને નોકરી મળે છે અને કેટલાકને હતાશા મળે છે. પરંતુ વિશ્વમાં કેટલાક લોકો જ એવા હોય છે જે નોકરી ન મળતા પોતાની કંપની ખોલવાનું વિચારે છે. તેવા જ લોકોમાંથી એક જનૂની, મહેનતું, કામ કરવામાં એક હદ સુધી પાગલ વ્યક્તિનું નામ જૈક મા છે. જે ચીનના સૌથી અમીર લોકોમાંથી એક છે. કામ કરવા માટે એક હદ સુધી પાગલ વ્યક્તિના નામ જેક પર છે જે ચાઇનાના સૌથી અમીર લોકોમાંથી એક છે.

જૈક વિશે તેમની પત્ની જૈંગ યિંગનું માનવું છે કે ‘જૈક દેખાવડા નથી, પરંતુ મને તેમનાથી એટલા માટે પ્રેમ થયો કે, તે ઘણાં કામ એવા કરી શકે છે, જે કોઇ પણ દેખાવડો પુરુષ કરી શકતો નથી.’ તથા અલીબાબાની સફળતા પછી ચીનમાં જૈક મા મિસ્ટર ઇન્ટરનેટ નામથી પ્રખ્યાત થયા.

જૈક મા એ પોતાનો 55મો જન્મદિવસ ઉજવ્યો અને આ જ દિસવ કંપનીની કમાન 47 વર્ષીય ડેનિયલને સોંપી દીધી. જોકે એક વર્ષ સુધી તેઓ કંપનીના સલાહકાર તરીકે જોડાયેલા રહેશે. જૈક મા અનુસાર, રિટાયરમેન્ટ પછી તેઓ ભણાવવાનું કામ કરશે. જૈક મા એ પોતાના કરિયરની શરૂઆત એક અંગ્રેજી શિક્ષક તરીકે કરી હતી. ચીનમાં રહેતા અંગ્રેજી ભાષાનું અધ્યન કર્યુ, જ્યાં આ ભાષા ના બરાબર બોલવામાં આવે છે. આ માટે તેમણે લગભગ 9 વર્ષ સુધી ટૂરિસ્ટ ગાઇડ તરીકે કામ કર્યુ, ગાઇડ તરીકે તેઓ અંગ્રેજી બોલતા હતા. આ કામ માટે તેઓ પોતાના સાઇકલ પર ઘણીવખત લાંબી સફર કરતા.

જૈક મા પોતાના જિંદગી ઓછામાં ઓછી 30 અલગ-અલગ કંપનીમાં નોકરી માટે ગયા હતા અને દરેક જગ્યાએથી તેઓ હતાશ થયા, તેમ છતાં તેમણે હાર ના માની. જ્યારે ચીનમાં અમેરિકાની ફાસ્ટ ફૂડ રેસ્ટોરાં કંપની KFC ની એક બ્રાન્ચ શરૂ થવાની હતી, ત્યારે તેમાં પણ તેઓ ઇન્ટરવ્યૂ માટે ગયા હતા. આ દરમિયાન 24માંથી 23 લોકો ઇન્ટરવ્યૂ દરમિયાન પંસદ થયા, જ્યારે જૈક મા એકલા હતા, જેમણે રિજેક્ટ કરવામાં આવ્યા હતા. એટલુ જ નહી, જૈક મા એ હાવર્ડ બિઝનેસ સ્કૂલમાં એડમિશન માટે લગભગ 10 વખત અરજી કરી હતી, જેમાં તેઓ રિજેક્ટ થયા. ગણિતના પેપરમાં તેમણે 120માંથી એક જ માર્ક મળ્યો હતો.

1990ના દાયકામાં ઇન્ટરનેટ ક્રાંતિથી આવ્યા પછી તેમણે નોકરી છોડી દીધી અને પોતાની કંપની શરૂ કરવાનું વિચાર્યું. ત્યારે અલીબાબા.કોમની સ્થાપના થઇ. ચોંકાવનારી વાત છે કે, જૈક મા ને કમ્પ્યૂટરની કોઇ ખાસ જાણકારી નથી, તો પણ તેમણે ઓનલાઇન બિઝનેસ શરૂ કર્યો.

શરૂઆતી સમયમાં જૈક માએ પોતાના મિત્રોને મનાવીને તેમની પાસેથી 60000 ડોલરની રકમ ભેગી કરી અને ઓનલાઇન સુવિધા આપનારા અલીબાબાની શરૂઆત કરી. જે સમય માં તેમણે કંપનીની શરૂઆત કરી, ત્યારે ચીનમાં માત્ર 1% લોકો ઇન્ટરનેટ સુધી પહોંચ્યા હતા. ઉલ્લેખનિય છે કે અલીબાબા કંપનીમાં શરૂઆતના દિવસોમાં માત્ર 18 લોકો કામ કરતા હતા અને તાજેતરમાં 22 હજાર જેટલા લોકો કામ કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન