Alibaba's Jack Ma Says Ready For 996 schedule For Him
  • Home
  • Featured
  • ચીનમાં ‘996’ શેડ્યુલને લઇ જોરદાર ઉહાપો, ખુદ સરકારને હસ્તક્ષેપ કરી ખુલાસો કરવો પડ્યો

ચીનમાં ‘996’ શેડ્યુલને લઇ જોરદાર ઉહાપો, ખુદ સરકારને હસ્તક્ષેપ કરી ખુલાસો કરવો પડ્યો

 | 11:29 am IST

થોડાંક સમય પહેલાં જ યુરોપમાં સપ્તાહની અંદર ચાર દિવસ કામ કરવા માટે ચર્ચા ચાલી હતી. આમ તો અત્યારે અહીં સપ્તાહમાં પાંચ દિવસ કામ કરવાનું ચલણ છે. અત્યારે ચીનમાં સપ્તાહની અંદર ‘996’ શેડ્યુલને લઇ એક નવી ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેનો આશય સવારે 9 થી રાત્રિના 9 વાગ્યા સુધી સપ્તાહમાં છ દિવસ સુધી કામ કરવાને લઇ છે.

વાત એમ છે કે ચીનના દિગ્ગજ અબજોપતિ અને અલીબાબાના સંસ્થાપક જૈક મા એ ગયા સપ્તાહે એક કાર્યક્રમ દરમ્યાન પોતાની કંપનીના સ્ટાફને કહ્યું કે જો તમે યુવાવસ્થામાં 996 કામ કરશો નહીં તો કયારે કરશો? શું તમે કયારેય વિચાર્યું છે કે તમે પણ આમ કરીને ગર્વથી તેના અંગે વાત કરી શકશો? ત્યારબાદ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Weibo પર તેમણે 996ને મોટા આશીર્વાદ ગણાવ્યા. તેમણે કહ્યું કે તમે જે પ્રકારની સફળતા ઇચ્છો છો, તે વધુ પ્રયાસ અને સમય આપ્યા વગર તમે કંઇ રીતે મેળવી શકશો? તેની સાથે જ તેમણે એમ પણ કહ્યું કે જે લોકો અલીબાબામાં કામ કરવા ઇચ્છુક હોય. તેમને લાંબા કલાકો સુધી કામ કરવા માટે તૈયાર રહેવું જોઇએ.

ત્યારબાદથી જ ચીનમાં આઇટી પ્રોફેશનલોની વચ્ચે આ મુદ્દાને લઇ ચર્ચા શરૂ થઇ ગઇ છે. તેની સાથે જ ચીનના યુવાનો, કોલેજ કેમ્પસ અને મિત્રોની વચ્ચે આ વિષય ચર્ચાનો મુદ્દો બન્યો છે. કોડ શેયરિંગ પ્લેટફોર્મ GitHub પર કેટલાંય પ્રોફેશનલ તેને ‘996.ICU’ કહી રહ્યા છે. તેમનું માનવું છે કે જો નિયમિત રીતે 996 શેડ્યુલ પ્રમાણે કામ કરીએ તો વ્યક્તિ હોસ્પિટલની આઇસીયુ વૉર્ડમાં દાખલ દેખાશે.

જો કે આ પ્રકારની ચર્ચાની વચ્ચે ચીનના સરકારી મીડિયા એ ઉદ્યોગપતિઓના નિયમોનું અનુપાલન કરવું અને બિન-જરૂરી નિવેદનોથી બચવાની સલાહ આપી છે. ચીની ન્યૂઝ એજન્સી શિન્હુઆ એ પોતાના આર્ટિકલમાં 996 શેડ્યુલને શ્રમ કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે.

આ Video પણ જુઓ : ભર ઉનાળે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન