Alien or Dobby the Elf Was Spotted on Home Security Footage
  • Home
  • Featured
  • સીસીટીવીમાં દેખાયો હેરી પોટરના ડોબી જેવો એલિયન જીવ, આ વીડિયો જોઈ થઈ જશો હેરાન

સીસીટીવીમાં દેખાયો હેરી પોટરના ડોબી જેવો એલિયન જીવ, આ વીડિયો જોઈ થઈ જશો હેરાન

 | 12:53 pm IST

હાલ સોશિયલ મીડિયામાં અમેરિકાનો એક વીડિયો વાઇરલ થયો છે. જેમાં એક હેરાન કરી દે તેવો અજીબ જીવ જોવા મળી રહ્યો છે. વાઈરલ થઈ રહેલાં આ વીડિયો ફૂટેજ સીસીટીવી કેમેરાના છે. જેમાં એક અજીબોગરીબ જીવ નાચતાં જતો જોવા મળી રહ્યો છે. લોકો તેને ફેમસ હેરી પોટરના ડોબી એલ્ફ હોવાનું જણાવી રહ્યા છે.

તમને જાણીને નવાઈ લાગશે, પણ આ વીડિયોને ટ્વીટર પર ત્રણ કરોડથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, કોલોરાડોની રહેવાસી વિવિયન ગોમેજે થોડાં દિવસ પહેલાં પોતાના સિક્યુરિટી કેમેરા ચેક કર્યા હતા. કેમેરામાં તેને જે દેખાયું તે જોઈને તે દંગ રહી ગઈ હતી. તેણે સિક્યુરિટી કેમેરાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં શેર કર્યો હતો. અને ગણતરીની મિનિટોમાં જ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ ગયો હતો.

આ વીડિયોને અત્યાર સુધી 3 કરોડથી પણ વધારે લોકો જોઈ ચૂક્યા છે. ગોમેજે સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું છે કે, મને મારા સિક્યુરિટી કેમેરામાં અજીબોગરીબ જીવ જોવા મળ્યો હતો. જેને જોઈને હું હેરાન રહી ગઈ હતી. મારા ઘરની સામે એક પડછાયો દેખાયો. પછી અચાનક હેરી પોટરનું પાત્ર એલ્ફ જેવો એક જીવ નજરે ચઢ્યો હતો.

ગોમેજે આગળ કહ્યું કે, મેં આ વીડિયોને ઘરના બાકીના સીસીટીવી કેમેરામાં ચેક કર્યા, પણ આ જીવ બીજા એકપણ કેમેરામાં જોવા મળ્યો ન હતો. પછી મે વીડિયોને સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યો તો, તે વાઇરલ થઈ ગયો અને તમામ લોકો તેને જોઈને હેરાન થઈ ગયા. ઘણાં લોકો તેને પ્રેંક પણ કહી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન