Video Of Alien UFO, American Navy Also Said That These Are Real Video
  • Home
  • Featured
  • Video: એલિયન્સનાં UFO જોઇ અમેરિકન નૌસેના પણ ચોંકી ઊઠી, કહ્યું – વિડીયો સાચા છે

Video: એલિયન્સનાં UFO જોઇ અમેરિકન નૌસેના પણ ચોંકી ઊઠી, કહ્યું – વિડીયો સાચા છે

 | 10:36 pm IST

અમેરિકામાં 3 વિડીયો વાયરલ થઇ રહ્યા છે, જેમાં સૈન્ય વિમાનોનો સામનો એલિયન વિમાનો (UFOs) સાથે થાય છે. આ રહસ્યમયી UFOs એવા હવાઈ કરતબો કરે છે જે દુનિયામાં હાજર કોઈ પણ એવિશન ટેક્નોલોજીથી સંભવ નથી. આ વિડીયો સામે આવ્યા બાદ તેની સત્યતા પર પ્રશ્નો ઉપસ્થિત થઇ રહ્યા છે. હવે અમેરિકી નૌસેએ માન્યું કે આ લીક વિડીયો અસલી છે, પરંતુ તેને સાર્વજનિક કરવાની પરવાનગી નહોતી આપવામાં આવી.

અમેરિકી નૌસેનાનાં ઉપ પ્રમુખ જોસફ ગ્રેડશરે જણાવ્યું કે વિડીયો અસલી છે, પરંતુ તેમા જોવા મળી રહેલી ચીજો વિશે કંઇ સ્પષ્ટ ના કહી શકાય. નૌસેનાએ ત્રણેય વિડીયોને અજ્ઞાત હવાઈ ઘટનાની શ્રેણીમાં રાખ્યા છે. આના વિશે ફક્ત એટલું જ કહેવામાં આવી શકે છે કે અનધિકૃત અથવા અજ્ઞાત એરક્રાફ્ટ સૈન્ય નિયંત્રણવાળા ટ્રેનિંગ રેન્જમાં જોવા મળ્યા હતા.

એક વિડીયોમાં નાનાકડી ગોળીનાં આકારની કોઈ ચીજ જોવા મળે છે, જે થોડીકવારમાં હવામાં ફરે છે. ત્યારબાદ ઘણી જ ઝડપથી એક દિશામાં ઉડે છે. બીજા વિડીયોમાં આના પર નજર રાખી રહેલા વિમાનનાં સેંસર ઝડપથી હવામાં ઉડી રહેલા એરક્રાફ્ટ પર ફોકસ થાય છે.

વિડીયોનાં બેકગ્રાઉન્ડમાં વિમાનનાં પાયલટ તેની ઝડપ જોઇને ચોંકી જાય છે અને પુછી રહ્યા છે કે તેમણે આખરે શું જોયું? ત્રીજા વિડીયોમાં એક અંડાકાર વસ્તુ રોકાતા પહેલા સમાન ઝડપથી ઉડી રહી છે. ત્યારબાદ એક જ જગ્યાએ ગોળ ગોળ ફરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન