Alipesh Thakore appealed to Congress not to vote
  • Home
  • Gujarat
  • અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના સમક્ષ કોંગ્રેસને પાડી દેવાની કરી અપિલ પરંતુ પોતાના…

અલ્પેશ ઠાકોરે ઠાકોર સેના સમક્ષ કોંગ્રેસને પાડી દેવાની કરી અપિલ પરંતુ પોતાના…

 | 9:45 pm IST

આજે ડીસાના શમશેરપૂરા ગામે ક્ષત્રિય ઠાકોરે સેના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરનાં સમર્થનમાં અલ્પેશ ઠાકોર આવ્યા હતા. જેમણે પોતાની અને સમાજના આગેવાનોની સતત અવગણના થતી હોઈ કોંગ્રેસથી છેડો ફાડ્યો હોવાનું જાહેર કરી, કોંગ્રેસને ઠાકોર સેનાનો પરચો બતાવી પાડી દેવાનો ખૂલ્લ્લા મંચ પરથી આદેશ આપ્યો હતો.

જોકે આ સભામાં કોંગ્રેસ સામે બગાવત કરી મોરચો માંડનાર અલ્પેશ ઠાકોરે પોતાની સેનાના અપક્ષ ઉમેદવાર સ્વરૂપજીનું નામ સુધ્ધા લીધું ન હતું અને માત્ર કોંગ્રેસ અને પોતાની અવગણનાનું ગાણું ગાયું હતું. જોકે નવાઈ વચ્ચે કોંગ્રેસે તેમના ક્યા કામ નતા કર્યા? અને કોંગ્રેસે ક્યા મુદ્દે તેમની અવગણના કરી હતી તેનો કોઈ સ્પષ્ટ ખુલાસો કરેલ નહીં,

હદ તો ત્યા થઈ કે અલ્પેશ ઠાકોરે એક પણ વાર ક્ષત્રિય સેના ઉમેદવાર સ્વરૂપજીના સમર્થનમાં વોટ આપવા કે ગેસ બાટલા નિશાન પર બટન દબાવવા અપીલ સુધ્ધા ન કરતાં સભામાં આવેલ લોકોમાં અચરજ ફેલાયું હતું અને મંચ પર બેસેલ સેના ઉમેદવાર સ્વરૂપજી સેના સુપ્રિમો અલ્પેશ પોતાના સમર્થનમાં વોટ અપીલ કરશે તેવા શબ્દો સાંભળવા છેક સુધી તરસતા રહ્યા હતા. જેનાથી સેના સમર્થકોમાં વોટ કોને આપવો તેની હજુ અસમંજસ સ્થિતિ જોવાં મળી હતી. અને આ રીતે સેના સુપ્રિમો અલ્પેશ ઠાકોરે સેના ઉમેદવાર સમર્થનમાં સસ્પેન્સ પ્રચાર કર્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન