એલિસા હીલીએ સૌથી ઊંચો કેચ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો! - Sandesh
  • Home
  • Kids Corner
  • એલિસા હીલીએ સૌથી ઊંચો કેચ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો!

એલિસા હીલીએ સૌથી ઊંચો કેચ કરીને વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો!

 | 12:02 am IST

ગિનેસ રેકોર્ડ :- દિશા ઉમરેઠવાલા

ઓસ્ટ્રેલિયન વિકેટ-કીપર એલિસા હીલી એમસીજીમાં સૌથી વધુ વખત ક્રિકેટ બોલ કેચ કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ (આઈસીસી) ટી-૨૦ વર્લ્ડકપ ઓસ્ટ્રેલિયા દ્વારા વિશ્વવ્યાપી મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે યોજાયેલી રેકોર્ડ સ્થાપિત આયોજનમાં હીલીએ ક્રિકેટ બોલને સૌથી વધુ વખત કેચ કરીને એક નવો રેકોર્ડ સ્થાપિત કર્યો છે. આ પહેલાં ૨૦૧૬ના નવેમ્બર મહિનામાં ક્રિકેટ પ્રેમી ક્રિસ્ટન બૌમગાર્ટનર (યુકે) દ્વારા ૬૨ મીટર (૨૦૩ ફિટ, ૪.૯ ઈંચ) ઊંચાઈ સુધી કેચ કરીને રેકોર્ડ બનાવ્યો હતો. ૨૮ વર્ષિય એલિયા હીલીએ ક્રિસ્ટનનો આ રેકોર્ડ તોડયો છે. તેને હરાવીને હીલીએ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ઉપર ત્રણ વખત સૌથી વધુ ઊંચાઈથી આવેલો કેચ ઝડપીને એક નવો રેકોર્ડ બનાવ્યો છે. ડ્રોન દ્વારા પહેલાં ૬૫.૨ મીટરની ઊંચાઈએથી બીજી વખત ૭૨.૩ મીટર અને ત્રીજી વખત ૮૨.૫ મીટરની ઊંચાઈએથી બોલ નીચે ફેંકવામાં આવ્યો  ત્રણેય વખત હીલીએ બોલને કેચ કરી બતાવ્યો હતો. હીલીએ જણાવ્યું કે, આ સિદ્ધિને કારણે મને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળતાં ગર્વની લાગણી અનુભવું છું. ૨૧ ફેબ્રુઆરી ૨૦૨૦માં શરૂ થનાર આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપ શરૂ થાય તે પહેલાં એક વર્ષ માટે આ રેકોર્ડના પ્રયાસનું આયોજન કરવામાં આવ્યું હતું. ૨૩-મેચ ટૂર્નામેન્ટની  ફાઈનલ મેચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે એટલે કે, ૮ માર્ચ ૨૦૨૦ના રોજ એમસીજીમાં રમાશે. ૨૦૧૮માં આઈસીસી ટી-૨૦માં હીલી ઈન્ટરનેશનલ પ્લેયર ઓફ ધ યર રહી હતી. તેણી આ મહિનાની શરૂઆતમાં બેલિન્ડા ક્લાર્ક મેડલ પ્રાપ્ત કર્યો હતો. તેણીએ ચાર આઈસીસી ટી-૨૦ વર્લ્ડકપ ટાઈટલ્સ પણ જીતી હતી. તેમજ ૨૦૧૮માં આઈસીસી મહિલા ટી-૨૦ વર્લ્ડ કપમાં ટૂર્નામેન્ટની ખેલાડી પણ રહી ચૂકી છે. ઈએમઈએ એપેક ગિનેસ વર્લ્ડ રેકોર્ડના મેમ્બરે આ અંગે જણાવ્યું કે, રેકોર્ડના પ્રયાસોનું આયોજન ખાસ કરીને સ્ત્રીઓના પ્રોત્સાહન માટે અને તેમને તક આપવા માટે કરવામાં આવ્યું હતું. ગિનેસ વર્લ્ડ રેકોર્ડ લોકોને તેમની ક્ષમતાને સમજવા માટે અને તેમને તેમની ક્ષમતાને ઉજાગર કરવા માટે મદદ કરે છે. આમ એલિસા હીલીએ સૌથી વધુ ઊંચાઈએથી આવતા ક્રિકેટ બોલને કેચ કરીને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાની જગ્યા બનાવી છે. હીલી નમ્રતાથી સ્વીકારે છે કે બેઠથી ફટકારેલો બોલ સ્પિન થતો આવતો હોય છે, આ બોલ સીધો જ નીચે આવતો હતો. છતાં મને રેકોર્ડનો રોમાંચ છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન