Alister McDermott retires in the cricket at age of 29
  • Home
  • Sports
  • Cricket
  • ક્રિકેટની દુનિયામાં પિતાએ વગાડ્યો ડંકો, માત્ર 29 વર્ષે પુત્રે નિવૃત્તિ જાહેર કરી કર્યા નિરાશ

ક્રિકેટની દુનિયામાં પિતાએ વગાડ્યો ડંકો, માત્ર 29 વર્ષે પુત્રે નિવૃત્તિ જાહેર કરી કર્યા નિરાશ

 | 8:13 am IST

આપણે ત્યાં કહેવત છે કે વડ એવા ટેટા અને બાપ એવા બેટા સ્વાભાવિક રીતે જ કોઇ સફળ બાપની સરખામણી તેના પુત્ર સાથે કરવામાં આવે. જ્યારે કોઇ વ્યક્તિ વધારે સફળ થાય ત્યારે તેના પુત્રની પાસેથી પણ એવી જ અપેક્ષા રાખવામાં આવે છે. પણ જ્યારે પિતા ખુબ સફળ થાય અને પુત્ર નિરાશ કરે ત્યારે ચર્ચા થાય છે કે પિતાની સરખામણીએ પુત્રે કંઇ ન ઉકાળ્યુ. આવુ જ એક શ્રેષ્ઠ ઉદાહરણ એટલે ક્રિકેટ.

ક્રિકેટમાં એવા ઘણા દાખલા છે કે જ્યાં પિતાએ વર્લ્ડ ક્રિકેટ ઉપર શાસન કર્યું હોય અને તેનો પુત્ર ફ્લોપ સાબિત થયો હોય. કંઈક આવું જ થયુ ઓસ્ટ્રેલિયાના પૂર્વ ફાસ્ટ બોલર ક્રેગ મૈકડર્મોટ સાથે. મૈકડર્મોટ ખુબજ શાનદાર ખેલાડી હતો.

જબરદસ્ત ઝડપી બોલર હતો, જેણે તેની કારકિર્દી દરમિયાન 931 વિકેટ ઝડપી હતી, પરંતુ તેમનો પુત્ર એલિસ્ટર મેકડર્મોટ ફક્ત 29 વર્ષની ઉંમરે નિવૃત્ત થયો. એલિસ્ટર તેના પિતા અને જેવા ઝડપી બોલર હતો 20 ફર્સ્ટ ક્લાસ મેચમાં 75 75 વિકેટ ઝડપી હતી, સાથે સાથે 27 લિસ્ટ મેચોમાં 48 અને 25 ટી 20 મેચોમાં 29 વિકેટ લીધી હતી.

એલિસ્ટર મેકડર્મોટની નિવૃત્તિનું કારણ
આટલી નાની ઉંમરે ક્રિકેટને અલવિદા કહીને એલિસ્ટર મેકડર્મોટને દર્શકોને નિરાશ કર્યા છે જો કે તેની પાછળ તેની ઈજા જવાબદાર છે. એલિસ્ટરની શરૂઆત 18 વર્ષની ઉંમરે થઈ હતી. 2009 માં ડેબ્યૂ કર્યા પછી તે 2011માં ઓસ્ટ્રેલિયન ટીમમાં જગ્યા બનાવવાના ખૂબ નજીક હતો. એટલું જ નહીં, તેણે પોતાની ટીમ ક્વીન્સલેન્ડ સાથે શેફિલ્ડ શિલ્ડ અને વનડે ટાઇટલ પણ જીત્યાં.જ્યારે એલિસ્ટર 22 વર્ષનો થયો ત્યારે તેને ગંભીર ઇજા થઈ જેમાંથી તે બહાર આવવા ખુબ મથ્યો.

તેની કારકિર્દી પર આની ગંભીર અસર થઈ તે ખુબજ શારીરિક અને માનસિક દબાણમાંથી પસાર થયો હતો. અલિસ્ટર સતત ઈજાને કારણે થાક્યો અને અંતે તેણે નિવૃત્ત થવાનું નક્કી કર્યું.

એલિસ્ટર મેકડર્મોટ હવે શું કરશે
નિવૃત્તિ પછી પણ એલિસ્ટર મેકડર્મોટ ક્રિકેટ સાથે સંકળાયેલ રહેશે. નિવૃત્તિ લીધા બાદ તે પરિવાર સાથે સમય વિતાવશે. આની સાથે તે ક્રિકેટ કોચિંગ પર ધ્યાન કેન્દ્રિત કરશે. એલિસ્ટરના નાના ભાઈ બેન મેકડર્મોટ ઓસ્ટ્રેલિયન ટીમમાં સ્થાન બનાવ્યું છે. તેણે ઓસ્ટ્રેલિયા તરફથી 12 ટી -20 મેચ રમી છે.

આ વીડિયો જુઓ: વિશ્વના સૌથી મોટા હેકાથોનમાં મૂલાકાત કરશે PM મોદી

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન