Aliya Bhutt Wearing Saree at Film Kalank Promotion, Looking Beautiful
  • Home
  • Featured
  • ‘કલંક’ના પ્રમોશનમાં સુંદર સાડી પહેરીને પહોંચી આલિયા ભટ્ટ, દેખાઓ અનોખો અંદાજ

‘કલંક’ના પ્રમોશનમાં સુંદર સાડી પહેરીને પહોંચી આલિયા ભટ્ટ, દેખાઓ અનોખો અંદાજ

 | 10:59 pm IST

વરુણ ધવન અને આલિયા ભટ્ટની મોસ્ટ અવેટેડ અને મલ્ટિસ્ટારર ફિલ્મ ‘કલંક’ હવે રિલીઝ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પોતાની આ ફિલ્મના પ્રમોશાન માટે પૂરી સ્ટાર કાસ્ટ ઘણી મહેનત કરી રહી છે. આ ફિલ્મને કરણ જોહરે પ્રોડ્યૂસ કરી છે.

તાજેતરમાં વરુણ ધવન અને આલિયા ભટ્ટ આ ફિલ્મના પ્રમોશન માટે એક ઈવેન્ટમાં પહોંચ્યા હતા. જેની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. આ ઈવેન્ટ દરમિયાન આલિયા ભટ્ટ સુંદર સાડીમાં નજરે આવી. જ્યારે વરુણ ધવને ગ્રે પ્રિંટેડ પેન્ટ અને જેકેટ સાથે વાઇટ ટીશર્ટ પહેરી હતી. આલિયા અને વરુણ ધવનની સાથે આ ચોથી ફિલ્મ છે. આ ફિલ્મમાં આલિયા અને વરુણ સિવાય સોનાક્ષી સિન્હા, માધુરી દીક્ષિત, સંજય દત્ત અને આદિત્ય રોય કપૂર છે. આ ફિલ્મ એક હિસ્ટોરિક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. જેમાં 1940-45ની કહાની દર્શાવવામાં આવી છે. ફિલ્મ 17મી એપ્રિલે રિલીઝ થશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન