alka yagnik and her husband gave perfect couple goal
  • Home
  • Entertainment
  • Bollywood
  • બોલિવૂડની પ્રખ્યાત સિંગરે પોતે જ કર્યો ધમાકો, કહ્યું-પતિથી દૂર રહીને ઘણી વખત બીજા પુરુષ સાથે…

બોલિવૂડની પ્રખ્યાત સિંગરે પોતે જ કર્યો ધમાકો, કહ્યું-પતિથી દૂર રહીને ઘણી વખત બીજા પુરુષ સાથે…

 | 8:17 pm IST

ફેમસ સિંગર અલ્કા યાજ્ઞિક અને તેમના પતિ નિરજ કપૂર હાલમાં એક વાતને લઈ ભારે ચર્ચામાં છે. 26 વર્ષથી અલગ રહીને પણ આ કપલ હેપ્પી મેરેજ લાઈફ જીવે છે. અલ્કા યાજ્ઞિકના લગ્ન વર્ષ 1989માં થયા હતા. નીરજ પોતાની પત્નીના કરિયરને મહત્વ આપ્યું અને તેથી જ શિલોંગ છોડીને મુંબઈમાં બિઝનેસ માટે પ્રયત્ન કર્યો.

નસીબના જોગે ધંધામાં નુકસાન થતા અલ્કા યાજ્ઞિકે પોતાના પતિને સમજાવ્યા અને શિલોંગમાં જ રહેવા માટે કહ્યું. જો તે ઇચ્છે તો પોતાની સાથે જ પતિને રહેવાનું કહી શકતા હતા પરંતુ તેમને ખબર હતી કે જેમ પોતાનું કરિયર મહત્વપૂર્ણ છે તેમ તેના પતિ માટે પણ તેમનું કામ જરૂરી છે. પરંતુ મોટાભાગના કેસમાં આવું જોવા મળતું હોતું નથી. અલગ અલગ રહેવાથી ધીરે ધીરે એકબીજા વિશે નેગેટિવ વિચાર આવે અને સંબંધોની પથારી ફરી જાય છે.

ત્યારબાદ અલ્કા પોતાનું ગમે તેવું કામ હોય તે છતાં એકબીજા સાથે સમય પસાર કરવા માટે મુંબઈ અને શિલોંગ વચ્ચે મુસાફરી કરતા હતા. પરંતુ અલ્કા યાજ્ઞિકે એક ખુલાસો કર્યો અને બધા ચોંકી ગયા હતા. સતત પતિથી દૂર રહેવાના કારણે એવો સમય આવ્યો હતો કે જ્યાપે તેને કોઈ અન્ય પુરુષ સાથે એક્ટ્રેક્શન થયું હોય. પરંતુ અલ્કા પોતાની મર્યાદા જાણતા હતા અને તેમણે બધી વાતનું ધ્યાન રાખ્યું. જેથી અલ્કાએ આવા કોઈ પણ મોકાને ફાવવા ન દીધો અને આજે આ કપલ બીજા કપલ માટે પણ એક ગોલ છે.

આ વીડિયો પણ જુઓ: ગુજરાતમાં અત્યાર સુધીના સૌથી વધુ 902 કેસ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન