જાણો લોન્ચ થવા પહેલાં 2018 ઓલ ન્યૂ હોન્ડા અમેઝની કિંમત - Sandesh
  • Home
  • Business
  • જાણો લોન્ચ થવા પહેલાં 2018 ઓલ ન્યૂ હોન્ડા અમેઝની કિંમત

જાણો લોન્ચ થવા પહેલાં 2018 ઓલ ન્યૂ હોન્ડા અમેઝની કિંમત

 | 4:36 pm IST

ભારતીય કાર બજારમાં હોન્ડાની નવી અમેઝની આતુરતાથી રાહ જોવામાં આવી રહી છે. જેના માટે એવું કહેવાય રહ્યું છેકે ન્યુ જનરેશન હોન્ડા અમેઝ આ મહિનાના મધ્યમાં લોન્ચ થઈ શકે છે. જેના માટે 16 મેની તારીખ અનુમાનિત કરવામાં આવી રહી છે. જો કે કારનું બુકિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે.

હાલમાં કારની કિંમતનો કોઈ પણ ખુલાસો કરવામાં આવેલ નથી પરંતુ મીડિયા રિપોર્ટના આધાર પર નવી અમેઝની કિંમતોનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જેના અંગે હાલમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, નવી અમેઝ કારની કિંમત રૂ. 5.70 લાખ થી શરૂ થઈને રૂ. 8.54 લાખ સુધી (દિલ્હીમાં એક્સ શોરૂમ કિંમત)પહોંચી શકે છે.

નવી અમેઝ પેટ્રોલ મેન્યુલની કિંમત રૂ. 5.39 લાખ થી શરૂ કરી રૂ. 7.25 લાખ સુધી જઇ શકે છે.

નવી અમેઝ પેટ્રોલ ઓટોમેટિકની કિંમત રૂ.6.99 લાખથી 7.75 લાખ સુધી જઈ શકે છે.

નવી અમેઝ ડીઝલ મેન્યુલની કિંમત રૂ. 6.39 લાખથી શરૂ કરી રૂ. 8.25 લાખ સુધી રહી શકે છે.

જ્યારે ઓટોમેટિક ડીઝલની કિંમત રૂ. 7.99 લાખથી શરૂ કરી રૂ. 8.75 લાખ સુધી રહી શકે છે.

નવી અમેઝ અંગે કંપની તરફથી એવું કહેવામાં આવી રહ્યું છે કે તેને ઓલ-ન્યૂ પ્લેટફોર્મ પર તૈયાર કરવામાં આવેલ છે. જેમાં હોન્ડાના એડવાન્સ ફિચર્સ અને વિશેષતા જોવા મળી શકે છે. જેમાં પહેલી જ વખત ડીઝલ એન્જીનમાં CVT વિકલ્પ પણ જોવા મળી શકે છે. જેમાં પેટ્રોલ વેરિઅન્ટમાં 5-સ્પીડ મેન્યુલ ગિયર બોક્સ સાથે CVTનો વિકલ્પ પણ રહેશે. આ ગાડીની મુખ્ય સ્પર્ધા મારૂતિની ડિઝાયર સાથે થવા જઇ રહી છે. જેને જોતાં તેની કિંમત 9 લાખથી વધુ રહેવાની કોઈ જ શક્યતા હાલ જોવામાં આવી રહી નથી.