All 5 Rafale Fighter jets landing at Ambala Airbase
  • Home
  • Videos
  • Featured Videos
  • સિંહ ગર્જના સાથે અંબાલા એરબેઝ પર આંખના પલકારામાં લેન્ડ થયા રાફેલ… જુઓ Video

સિંહ ગર્જના સાથે અંબાલા એરબેઝ પર આંખના પલકારામાં લેન્ડ થયા રાફેલ… જુઓ Video

 | 3:51 pm IST

ભારતીય વાયુસેનાની શાન એવા પાંચેય રાફેલ યુદ્ધ વિમાનોને આજે પંજાબના અંબાલા એરબેઝ પર ગ્રાંડ લેન્ડિંગ કર્યું હતું. પવનના સુસવાટા અને આંખના પલકારામાં જ એક પછી એક રાફેલ વિમાને માં ભારતીના ચરણો સ્પર્ષ કર્યા હતાં. રાફેલની સિંહ ગર્જનાથી અંબાલા સહિત ઉત્તર-પશ્ચિમ ભારતનું અવકાશ ગુંજી ઉઠ્યું હતું. પવન તો શું પણ અવાજ કરતા પણ વધારે ગતિ ધરાવતા રાફેલ વિમાનોની પળભરમાં જ લેન્ડિંગ થતા અંબાલાવાસીઓ રોમાંચિત થઈ ગયા હતાં. રાફેલનું સ્વાગત વોટર કેનનના મારાથી કરવામાં આવ્યું હતું. વાયુસેના ચીફ RKS ભદોરિયા પણ રાફેલને આવકારવા હાજર રહ્યાં હતાં. ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવેલો રાફેલનો આ પહેલો જથ્થો છે. આ વિમાને સોમવારે ફ્રાંસથી ઉડાન ભરી હતી અને 7 જ કલાકમાં UAE આવી પહોંચ્યા હતાં. આજે સવારે UAEથી રવાના થયેલા રાફેલ બપોરે 3:20 વાગ્યાની આસપાસ અંબાલા એરબેઝ પર લેન્ડ થયા હતાં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન