ત્રિપુરામાં હિન્દુ મુસ્લિમ, ખ્રિસ્તી તમામ બીફ ખાઈ છે, તેથી પ્રતિબંધ નથી : ભાજપ નેતા - Sandesh
  • Home
  • India
  • ત્રિપુરામાં હિન્દુ મુસ્લિમ, ખ્રિસ્તી તમામ બીફ ખાઈ છે, તેથી પ્રતિબંધ નથી : ભાજપ નેતા

ત્રિપુરામાં હિન્દુ મુસ્લિમ, ખ્રિસ્તી તમામ બીફ ખાઈ છે, તેથી પ્રતિબંધ નથી : ભાજપ નેતા

 | 8:00 pm IST

ત્રિપુરા વિધાનસભાની ચૂંટણીમાં ભગવો લેહરાવ્યા પછી ભારતીય જનતા પાર્ટીએ આઈપીએફટી સાથે મળીને સરકાર બનાવી દીધી છે. જે પછી બિપ્લબ દેબને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા છે. અગાઉના 25 વર્ષના કોમ્યુનિસ્ટ પાર્ટીના માનિક સરકારને સત્તા પરથી ઉઠાલાવવામાં ભાજપ સફળ રહ્યું છે. હવે સરકાર બન્યા પછી ભાજપ નેતા સુનીલ દેવધરે કહ્યું કે, અહીં રાજ્યમાં હિન્દુ પણ બીફ ખોરાકમાં લઈ રહ્યા છે. જેથી તેના પર પ્રતિબંધ લગાવવો ન જોઈએ.

અત્રે નોંધનીય છે કે, કેન્દ્રમાં ભાજપ સરકાર બન્યા પછી બીફ પ્રતિબંધ અંગે ઘણો વિવાદ ઊભો થયો હતો. ભાજપ તરફથી ભાજપ શાસિત ઘણાં રાજ્યોમાં તેના પ્રતિબંધ માટેની પણ વકાલત કરવામાં આવી હતી. ત્રિપુરામાં ભાજપની સરકાર બન્યા પછી સતત આ સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે, શું ભાજપ ત્રિપુરામાં બીફ પર પ્રતિબંધ લગાવશે ?

મંગળવારે ત્રિપુરામાં ભાજપના પ્રભારી સુનીલ દેવધરે કહ્યું કે, કોઈ પણ રાજયમાં જો ત્યાંની મોટી સંખ્યામાં લોકો બીફ બેન ઇચ્છે છે તો ત્યાંની સરકાર તેને બેન કરી શકે છે. નોર્થ ઈસ્ટના રાજ્યોમાં મોટી સંખ્યામાં લોકો બીફનો ખાવા માટે ઉપયોગમાં લઇ રહ્યા છે તો ત્યાંની સરકાર તેના પર પ્રતિબંધ ન લગાવી શકે.

તેમણે સાથે જ કહ્યું કે, અહીં મોટી સંખ્યમાં મુસ્લિમ અને ખ્રિસ્તી છે, કેટલાક હિન્દુ પણ છે જે માંસનો ખાવામાં ઉપયોગ કરે છે તો મને લાગે છે કે તેના પર કોઈ પણ બેન હોવો ન જોઈએ. તેથી જ ત્રિપુરામાં બીફ બેન નથી.