exit-polls-live-madya-pradesh-rajasthan-telangana-chhattisgarh-mizoram
  • Home
  • Featured
  • 5 રાજ્યોની ચૂંટણીમાં BJPને ઝાટકો, કયા 3 રાજ્યોમાં મળ્યા Exitના સંકેત, કોંગ્રેસને ‘ચાંદી’

5 રાજ્યોની ચૂંટણીમાં BJPને ઝાટકો, કયા 3 રાજ્યોમાં મળ્યા Exitના સંકેત, કોંગ્રેસને ‘ચાંદી’

 | 6:17 pm IST

રાજસ્થાન અને તેલંગાણામાં વોટિંગ પુરી થયા પછી 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી માટે વોટિંગ સમાપ્ત થઇ ગઇ છે. વોટિંગ સમાપ્ત થયા પછી આ રાજ્યો સાથે જોડાયેલા એગ્ઝિટ પોલ સામે આવવા લાગ્યા છે. જુઓ LIVE અપડેટ્સ…

સી વોટરના મતે, છત્તીસગઢમાં બીજેપીને 35-43, કોંગ્રેસને 40-50, બીએસપી+જેસીસી 3-7 સીટો પર જીત હાંસલ કરી શકે છે.

રિપબ્લિક ટીવી અને જનની વાતના એક્ઝિટ પોલમાં TRSને 50-65 સીટો, કોંગ્રેસને 38-52+, બીજેપી 4-7 સીટો અને અન્યને 8-14 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

એબીપી, લોકનીતિ અને CSDSના મતે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 126 જ્યારે બીજેપીને 94 સીટો મળવાનું અનુમાન છે. તેના સિવાય અન્યને પણ 10 સીટો મળી શકે છે.

ન્યૂઝ નેશનના સર્વમાં છત્તીસગઢમાં બીજેપીની હાર બતાવવામાં આવી રહી છે. બીજેપીને 38-42, કોંગ્રેસને 40-44, જેસીસી+ને 4-8 અને અન્યને 0-4 સીટો મળવાનું અનુમાન છે.

ટાઇમ્સ નાઉ-સીએએક્સના મતે, તેલંગાણામાં એક વાર ફરી ચંદ્રશેખર રાવની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલમાં ટીઆરએસને 66, બીજેપીને 7, કોંગ્રેસને 37 અને અન્યને 9 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જનની વાતના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં બીજેપીને 108-128, કોંગ્રેસને 95-115 અને અન્યને 7 સીટો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે, છત્તીસગઢમાં રમણસિંહ ચોથી વખત બીજેપીની સરકાર બનાવી શકે છે.

ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે, મધ્યપ્રદેશમાં બીજેપીની સરકાર એક વાર ફરીથી બનતી દેખાઇ રહી છે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને 126 સીટો, કોંગ્રેસને 89+ સીટો, બીએસપીને 6 સીટો અને અન્યને 6 સીટો મળવાનું અનુમાન છે.

એક્ઝિટ પોલથી મહંદઅંશે મુકાબલાની તસવીર સ્પષ્ટ થઇ શકશે. જો કે, જનતાનો અંતિમ નિર્ણય 11 ડિસેમ્બરે સામે આવશે, કારણ કે આ દિવસે મતગણતરી થવાની છે.

ન્યૂઝ 24 અને પ્રેસ મીડિયાના મતે, મધ્યપ્રદેશમાં બીજેપીને 98-108, કોંગ્રેસને 110-120 અને અન્યને 10-14 સીટો મળવાની સંભાવના છે.

એબીપી, લોકનીતિ અને CSDSના મતે, મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 126 જ્યારે બીજેપીને 94 સીટો મળવાની સંભાવના છે. તેના સિવાય અન્યને પણ 10 સીટો મળી શકવાની સંભાવના છે.

ઈન્ડિયા ટીવી- સીએનએક્સના મતે, મધ્યપ્રદેશમાં બીજેપીને 84, કોંગ્રેસને 62, બીએસપીને 6 અને અન્યને 6 સીટો મળવાની સંભાવના છે

ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલના મતે, રાજસ્થાનમાં કોંગ્રેસને 119-141, બીજેપી 55-72 સીટો મળી શકે છે. એટલે કે રાજસ્થાનમાં કોંગ્રેસ પૂર્ણ બહુમતની સરકાર બનાવી શકે છે.

ઈન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલ પ્રમાણે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઇ રહી છે. રાજસ્થાનમાં કોંગ્રેસને 42 ટકા જ્યારે બીજેપીને 37 ટકા અને અન્યને 21 ટકા વોટ મળી શકે છે.

ન્યૂઝ નેશનના સર્વમાં છત્તીસગઢમાં બીજેપીને 38 ટકા, કોંગ્રેસને 41 ટકા, જેસીસી 13+ અને અન્યને 4 ટકા વોટ મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

જ્યારે, ન્યૂઝ નેશનના સર્વમાં છત્તીસગઢમાં બીજેપીની હાર બતાવવામાં આવી રહી છે. બીજેપીને 38-42, કોંગ્રેસને 40-44, જેસીસીને 4-8+ અને અન્યને 0-4 સીટો મળવાનું અનુમાન છે.

રિપબ્લિક અને સીવોટરના એક્ઝિટ પોલમાં છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર બનતી દેખાઇ રહી છે. તેના મતે બીજેપીને 35-43, કોંગ્રેસને 40-50, બીએસપીને 3-7 સીટો મળવાનું અનુમાન છે.

ટાઇમ્સ નાઉ-સીએનએક્સના મતે, તેલંગાણામાં એક વાર ફરી ચંદ્રશેખર રાવની સરકાર બની રહી છે. એક્ઝિટ પોલમાં ટીઆરએસને 66, બીજેપીને 7, કોંગ્રેસને 37 અને અન્યને 9 સીટો મળવાનું અનુમાન છે.

જનની વાતના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં બીજેપીને 108-128, કોંગ્રેસને 95-115 અને અન્યને 7 સીટો મળવાનું અનુમાન બતાવવામાં આવી રહ્યું છે.

રિપબ્લિક સીવોટરના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં બીજેપીને 90-106, કોંગ્રેસને 110-126 અને અન્યને 6-22 સીટો મળવાનું અનુમાન છે.

ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલના મતે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર બનાવી રહી છે. આ એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 105 સીટો, બીજેપીને 85 સીટો મળવાનું અનુમાન છે.

ઈન્ડિયા ટીવી-સીએનએક્સના એક્ઝિટ પોલના મતે, છત્તીસગઢમાં બીજેપીને 42-50 સીટો, કોંગ્રેસને 32-38 સીટો, જનતા કોંગ્રેસને 6-8 સીટો અને અન્યને 1-3 સીટો મળવાનું અનુમાન છે.

ઈન્ડિયા ટુડે અને એક્ઝિટ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને 104થી 122 સીટો મળી શકે છે. જ્યારે બીજેપીને પણ 102થી 120 સીટો મળી શકે છે. એટલે કે કુલ મળીને મધ્યપ્રદેશમાં મુકાબલો ગણો નજીકનો છે.

જ્યારે, ઇન્ડિયા ટૂડે અને એક્સિસ માય ઈન્ડિયાના એક્ઝિટ પોલમાં મધ્યપ્રદેશમાં કોંગ્રેસને સામાન્ય લીડ મળી શકે છે.

ઈન્ડિયા ટીવી- સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે, છત્તીસગઢમાં રમણ સિંહ ચોથી વખત બીજેપીની સરકાર બનાવી શકે છે.

ટાઇમ્સ નાઉ-સીએનએક્સના એક્ઝિટ પોલ પ્રમાણે, મધ્યપ્રદેશમાં બીજેપી સરકાર એક વાર ફરીથી જોવા મળશે. આ એક્ઝિટ પોલમાં બીજેપીને 126 સીટો, કોંગ્રેસને 89+ સીટો અને બીએસપીને 6 સીટો અને અન્યને 6 સીટો મળવાની આશા છે.

તમને જણાવી દઇએ કે મધ્ય પ્રદેશની 230 વિધાનસભા સીટો અને મિજોરમની 40 સીટો માટે 28 નવેમ્બરે વોટિંગ થઇ હતી. છત્તીસગઢની 90 સીટો માટે બે તબક્કામાં વોટિંગ થઇ હતી. પ્રથમ ચરણમાં 12 નવેમ્બર 18 વિધાનસભા સીટો પર મતદાન થયું હતું. જ્યારે 20 નવેમ્બરે બીજા અને અંતિમ તબક્કામાં 72 સીટો પર વોટિંગ થયું હતું.

લોકસભા ચૂંટણીથી પહેલા સેમીફાઇનલ માનવામાં આવી રહેલા પાંચ રાજ્યોના આ ચૂંટણી માટે બીજેપી અને કોંગ્રેસે પુરેપુરી તાકાત લગાવી દીધી હતી. બીજેપી તરફથી વડાપ્રધાન મોદી તો કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીએ મોરચો સાચવી રાખ્યો હતો.

એક્ઝિટ પોલથી થોડીક હદ સુધીના મુકાબલાની તસવીર સાફ થઇ શકશે. જોકે જનતાના અંતિમ નિર્ણય 11 ડિસેમ્બરે સામે આવશે. કારણકે કોઇ દિવસ મતની ગણતરી થવાની છે.

મધ્ય પ્રદેશમાં 230, છત્તીસગઢમાં 90, રાજસ્થાનમાં 200, તેલંગાણામાં 119 અને મિજોરમમાં 40 વિધાનસભાની સીટ માટે મતદાન થયું છે.

મતદાન પૂર્ણ થવાની થોડીક વાર બાદ વિધાનસભા ચૂંટણીના એક્ઝિટ પોલ આવવાના શરૂ થઇ જશે.

આજે રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણી માટે વોટિંગ બાદ 5 રાજ્યોના વિધાનસભા ચૂંટમી પૂરી થઇ ગઇ છે. આ પહેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને મિજોરમમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થયું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન