ભારતના આ એક ગામમાં દરેક પરિવાર છે કરોડપતિ… – Sandesh
NIFTY 10,545.50 +44.60  |  SENSEX 34,297.47 +141.52  |  USD 63.9100 -0.18
1.6M
1M
1.7M
APPS
  • Home
  • India
  • ભારતના આ એક ગામમાં દરેક પરિવાર છે કરોડપતિ…

ભારતના આ એક ગામમાં દરેક પરિવાર છે કરોડપતિ…

 | 9:21 pm IST

ભારતીય આર્મી દ્વારા તવાંગ ગેરિસરની મુખ્ય યોજનામાં આ ગામનો સમાવેશ કરાયો છે. જે યોજના અનુસાર ગામના જમીન માલિકોને નાણાંમંત્રાલય તરફથી કેટલીક રકમ મળી રહે છે. અરૂણાચલ પ્રદેશનાં તવાંગ જિલ્લામાં આવેલું બોમજા ગામ એશિયાના સૌથી ધનિક ગામની યાદીમાં સ્થાન પામ્યું છે.

કુલ 200.056 એકર જમીન સંપાદનના બદલે સંરક્ષણ મંત્રાલય તરફથી ગામના 31 પરિવારનોને રૂ.40.8 કરોડનો ચેક આપવામાં આવ્યો હતો. અરૂણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પીમા ખાંડુએ લાભાર્થીઓનું સન્માન કરીને ચેક આપ્યો હતો. મુખ્યમંત્રી ખાંડુએ આ મામલે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે, હવે બોમજા ગામ એશિયાના સૌથી ધનિક ગામની યાદીમાં ઉમેરાયું છે.

આ અવરસે મુખ્યમંત્રીએ લાંબા સમયથી પડી રહેલી વળતરની રકમને મંજૂરી આપવા માટે રક્ષાપ્રધાન નિર્મલા સિતારમણનો આભાર વ્યક્ત કર્યો હતો. ખાંડુએ કહ્યું હતું કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીનાં માર્ગદર્શનથી અરૂણાચલ પ્રદેશનો વિકાસ થઇ રહ્યો છે.

અરૂણાચલ પ્રદેશને રેલવે, વિમાની સેવા, હાઇવે ક્નેક્ટિવીટી અને ડિજિટલ માઘ્યમોથી જોડવા માટે ભાર મૂકવામાં આવ્યો છે. આ ગામના કુલ 31માંથી 29 પરિવારને 1.09 કરોડ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

જે પૈકી એક પરિવારને 2.45 કરોડ રૂપિયાની રકમ અર્પણ કરવામાં આવી હતી તેમજ અન્ય એક પરિવારને 6.73 કરોડ રૂપિયાની રકમ આપવામાં આવી હતી. એટલે કે આ ગામનો પ્રત્યેક પરિવાર કરોડપતિ છે. બોમજા કદાચ ભારતનું એક માત્ર એવું ગામ હશે જ્યાં દરેક પરિવાર કરોડપતિ છે. ભારતીય સૈન્યએ આ ગામની જમીન સંપાદિત કરી છે.