બધા જ પરિમાણની પેલે પાર રહેલી અસીમતા - Sandesh
  • Home
  • Supplements
  • Shraddha
  • બધા જ પરિમાણની પેલે પાર રહેલી અસીમતા

બધા જ પરિમાણની પેલે પાર રહેલી અસીમતા

 | 12:04 am IST

સૂક્ષ્મ સત્ય :- જે. કૃષ્ણમૂર્તિ

જ્યારે કોઈનું મૃત્યુ થાય ત્યારે તમે કોઈને ગુમાવી બેસો છો, ત્યારે શું થાય છે? તમારી તત્ક્ષણ થતી પ્રતિક્રિયા તમે લક્વાગ્રસ્ત થઈ ગયા હોવ તેવી હોય છે, અને જ્યારે તમે આઘાતની એ અવસ્થામાંથી બહાર આવો ત્યારે દુઃખની લાગણી અનુભવો છો. હવે આ દુઃખ શબ્દનો શો અર્થ થાય છે? સાથ, સંગાથ, આનંદ થાય તેવા શબ્દો, ટહેલવું, ઘણી આનંદદાયક બાબતો તમે તેની સાથે માણી અને સાથે મળીને કરવાની જે આશાઓ ધરાવી હતી એ બધું જ પળભરમાં છીનવાઈ જાય છે અને તમે ખાલી, અનાવૃત અને એકાકી રહી જાઓ છો. આ એ જ છે જેનો તમને વાંધો છે, આ એ જ છે જેની સામે મન બળવો પોકારે છેઃ અચાનક તમને તમારા જ ભરોસે છોડી દેવામાં આવે છે, સાવ એકાકી, ખાલીખમ, કોઈપણ આધાર વગર. હવે, જે મહત્ત્વની બાબત છે તે ખાલીપા સાથે કોઈ આધાર વગર રહેવાની, કોઈપણ પ્રતિક્રિયા વગર, તેને તર્કસંગત બનાવ્યા વગર, તેનાથી ભાગીને પુનર્જન્મ કે અન્ય માધ્યમોમાં સરી પડયા વગર, એવી બધી જ મૂર્ખામીભરી અર્થહીન બાબતો વગર માત્ર તેની સાથે રહેવું, તમારા સમગ્ર અસ્તિત્વ સાથે માત્ર તેની સાથે રહેવું, તમારા સંપૂર્ણ અસ્તિત્વથી તેની સાથે રહેવું. અને જો તમે ધીમે ધીમે આગળ વધીને તપાસ કરો તો તમને જણાશે કે દુઃખનો અંત આવે છે. વાસ્તવિક અંત, માત્ર શાબ્દિક અંત નહીં, ઉપરછલ્લો અંત નહીં કે જે ભાગી જવાથી આવે, કોઈ સામાન્ય કલ્પના સાથે એકાત્મ થઈને અથવા કોઈ વિચારને સર્મિપત થઈને આવતો અંત નહીં. ત્યારે તમને જણાશે કે રક્ષણ કરવા જેવું કાંઈ છે જ નહીં, કારણકે મન બિલકુલ ખાલી છે અને હવે તે આ ખાલીપાને ભરવાના પ્રયત્ન જેવું કોઈ વલણ દર્શાવતું નથી; અને જ્યારે આ રીતે બધાં જ દુઃખનો અંત આવી જાય ત્યારે તમે બીજી કોઈ યાત્રાએ નીકળી ગયા હશો- એવી યાત્રાએ કે જેનો અંત કે આરંભ નથી. તેમાં એક અમાપ વિશાળતા છે, પરંતુ તમે સંભવતઃ દુઃખનો સંપૂર્ણ અંત લાવ્યા વગર એ વિશ્વમાં પ્રવેશી ન શકો.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન