સચિન તેંદુલકર બાદ ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીને 'ભારત રત્ન' આપવાની ઉઠી માંગ - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • સચિન તેંદુલકર બાદ ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીને ‘ભારત રત્ન’ આપવાની ઉઠી માંગ

સચિન તેંદુલકર બાદ ભારતીય ક્રિકેટ ટીમના આ ખેલાડીને ‘ભારત રત્ન’ આપવાની ઉઠી માંગ

 | 3:54 pm IST

વિરાટ કોહલીના 30મા જન્મદિવસ પર ઓલ ઇન્ડિયા ગેમિંગ ફેડરેશન (એઆઇજીએફ)એ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરવાનો આગ્રહ કર્યો છે. કોહલીએ ભારતીય ટીમ માટે સતત સારૂ પ્રદર્શન કર્યુ છે અને ક્રિકેટના ત્રણે પ્રારૂપમાં કુલ 18,500 રન બનાવ્યા છે. ટેસ્ટ અને વન ડેમાં તેની સરેરાશ પણ 50થી વધુની છે.

એઆઇએફજીએ પોતાના પત્રમાં કહ્યું,’ક્રિકેટને દેશમાં સૌથી વધારે પ્રેમ કરવામાં આવે છે અને વિરાટ કોહલીને ગત ઘણા વર્ષોથી પોતાના પ્રદર્શનથી અરબો પ્રશંસકોનું દિલ જીત્યુ છે. એઆઇજીએફ માને છે કે, વૈશ્વિક રમત ક્ષેત્રમાં ભારતનું સ્તર અને છબિને વધારો કરવામાં કોહલી દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોના કારણે તેને ભારત રત્ન આપવો જોઇએ.’

પત્રમાં કહેવાયું છે કે,’કોહલીને ભારતના સર્વોચ્ચ નાગરિક સન્માનથી સન્માનિત કરવાનો મતલબ તેની પ્રતિભા, યોગ્યતા અને સખત પરિશ્રમને પુરસ્કૃત કરવી પડશે.’ પૂર્વ ક્રિકેટર સચિન તેંદુલકરને પણ ભારત રત્નથી સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે.

કોહલી હાલમાં વન-ડેમાં સૌથી ઝડપી 10000 રન બનાવાના રેકોર્ડ પોતાના નામે કર્યો છે. પહેલા આ રેકોર્ડ સચિન તેંદુલકરના નામે હતો જેણે 259 મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો. જ્યાપરે કોહલીએ આ આંકડો 205 મેચમાં આંબી લીધો છે. વિરાટ કોહલીને પદ્મશ્રી, આઇસીસી ઓડીઆઇ ટીમ ઓફ ધ યર, અર્જુન એવોર્ડ, રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવી ચૂક્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન