all-new-maruti-wagonr-first-official-picture-out-ahead-of-launch
  • Home
  • Featured
  • Maruti Suzukiની લોકપ્રીય કાર WagonR નવા રંગરૂપમાં

Maruti Suzukiની લોકપ્રીય કાર WagonR નવા રંગરૂપમાં

 | 3:52 pm IST

Maruti Suzukiની પોપ્યુલર હેચબેક Maruti WagonRનો નવો અવતાર આજકાલ ખુબજ ચર્ચામાં છે. નવી વેગનઆર 23 જાન્યુઆરીએ લૉન્ચ થવાની છે. કેટલાક લીક્સ અને રિપોર્ટ્સ પછી હવે કંપનીએ નવી વેગનઆરનું ઓફિશિયલ ટીઝર લૉન્ચ કર્યુ છે. ટીઝર ફોટોમાં વેગનઆરનો રિયર અને સાઈડ લુક જોવા મળી રહ્યો છે.
કંપનીએ ટીઝર ફોટામાં ટાઈટલ આપ્યુ છે કે ‘બિગ વ્યૂ વૈગનઆર’ આનાથી એક વાત સ્પષ્ટ થઈ છે કે નેક્સ્ટ જનરેશન વેગનઆરના વર્તમાન મોડલથી મોટી હશે, જેની જાણકારી આપને પહેલા જ આપી દીધી છે.

શાનદાર રિયર લુક

ફોટામાં જોતા નવી વેગનઆરમાં વોલ્વોની સ્ટાઈલમાં ટેલ લેમ્પ્સ આપવામાં આવેલ છે. જેનો રિયર લુક ખુબજ પ્રીમિયમ દેખાઈ રહ્યો છે. કંપનીની નવી વેગનઆરના સી-પીલરમાં એક બ્લેક પાર્ટ આપવામાં આવેલ છે, જેનાથી પાતળુ ફ્લોટિંગ રૂફ ઈફેક્ટ આપવામાં આવે. ટીઝર ફોટોમાં કારનો સાઈડ લુક ખુબજ શાનદાર નજરે ચડે છે.

ફ્રંટ લુક

નવી વેગનઆરમાં ટોલબોય ડિઝાઈન જોવા મળી રહી છે. આનાથી સામે તરફ ક્રોમ સ્ટ્રિપની સાથે રેક્ટેગુલર ગ્રિલ આપવામાં આવેલ છે. હેડલેમ્પ્સ વર્તમાન મોડલ કરતા મોટા છે. 3 સ્લેટ એયરડેમની સાથે બમ્પર આપવામાં આવેલ છે. જેમા ફોગ લેમ્પ પોડ્સ છે,જેમાં ઈન્ટીગ્રેટેડ ટર્ન ઈન્ડીકેટર્સ સાથે આઉટ સાઈડ રિયરમાં ડ્રમ બ્રેક આપવામાં આવેલ છે.

વેરિયન્ટ અને સાઈઝ

નવી વેગનઆરમાં ત્રણ વેરિયન્ટ લેવલમાં ઉપલબ્ધ થશે, જેમાં LXi, VXi અને ZXiનો સમાવેશ થાય છે. VXi અને ZXiમાં ઓટોમેટિક ટ્રાંસમિશન (AGS) ઓપ્શન ઉવલબ્ધ થશે. નવી કારની લંબાઈ 3,655 mm, પહોળાઈ 1,620 mm અને 1,675 mm હશે. તેનો વીલબેસ 2,435 mm છે. કારમાં 32 લીટર કેપેસિટીવાળુ ફ્યુલ ટેન્ક મળશે.

એન્જીન

નવી વેગનઆરમાં બે એન્જીન મળશે. LXi વેરિયન્ટમાં 998cc, 3-સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવેલ છે. આ એન્જીન 5,500 rpm પર 67 bhpનો પાવર અને 3,500 rpm પર 90 Nm ટોર્ક જનરેટ કરે છે. ટોપ વેરિયન્ટમાં ZXi અને ZXi AGSમાં 1,197cc, 4 સિલિન્ડર પેટ્રોલ એન્જીન આપવામાં આવેલ છે, જે 82 bhpનો પાવર અને 113 Nm ટોર્ક જનરેટ કરે છે. VXi અને VXi AGS વેરિયન્ટમાં બંને એન્જીન, 1 લીટર અને 1.2 લીટર એન્જીન મળશે.

કલર અને કિંમત

નવી વેગનઆરમાં 6 કલર ઓપ્શન મળશે. જેમાં વ્હાઈટ, સિલ્વર, મેગ્મા ગ્રે, ઓરેન્જ, બ્રાઉન અને બ્લુ કલર મળશે. કિંમતની વાત કરીએતો તે 4.5 લાખથી 6.5 લાખ સુધીની રહેશે.