Fastag, Fastag System, India, High Way, Toll Tax, Sandesh.Com
  • Home
  • Business
  • વડોદરા કે રાજકોટ સહિતના હાઈવે પર મુસાફરી કરનારા માટે મહત્વના સમાચાર, વાંચો આટલુ

વડોદરા કે રાજકોટ સહિતના હાઈવે પર મુસાફરી કરનારા માટે મહત્વના સમાચાર, વાંચો આટલુ

 | 6:42 pm IST

લાઈસેન્સ અને હેલમેટ બાદ કેન્દ્રની મોદી સરકારે રસ્તા પરના ટોલટેક્ષને લઈને મહત્વનો નિર્ણય લીધો છે. હવેથી ફાસ્ટેગ દ્વારા જ ટોલ ટેક્ષ ફરજીયાત બનાવવામાં આવ્યો છે. 15 જાન્યુઆરીથી ફાસ્ટેગ દ્વારા ટોલ ટેક્સ ફરજિયાત કર્યો છે. અગાઉ 15 ડિસેમ્બરથી ફાસ્ટેગ ફરજિયાત કરાયો હતો પરંતુ એક મહિનો મુદ્દત વધારી હતી. અગાઉ ટોલ પર ફાસ્ટેગનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

નવા નિયમ પ્રમાણે આજથી કોઈ વ્યક્તિ પોતાની કારમાં આ ફાસ્ટેગ નહીં લગાવે તો તેણે ડબલ ટોલ ચૂકવવો પડશે. આજથી ટોલ ટેક્સ માટે ફાસ્ટેગ અમલી બનતા અમદાવાદ અને વડોદરા એક્સપ્રેસ વે પર તેમજ અનેક ટોલબુથો પર વાહનોની કતાર લાગી હતી.

કેમ લાગુ કરાઈ ફાસ્ટેગ વ્યવસ્થા?

ફાસ્ટેગ યોજના ભારતમાં ઓનલાઇન વ્યવહારને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે. ફાસ્ટેગને કારની સાઇડવિન્ડો પર ચોંટાડવામાં આવે છે. વાહન ત્યાંથી પસાર થાય ત્યારે ટોલબુથ પર લાગેલા કેમેરામાં એ કેદ થઇને સ્કેન થઇ જાય છે. આ પછી ટોલટેક્સ હોય તેટલી રકમ વાહનધારકમાં ખાતામાંથી કપાઇ જાય છે. ગણતરીની સેંકડમાં જ આ પ્રક્રિયા પુરી થઇ જાય છે. ફાસ્ટેગને પણ રિચાર્જ કરી શકાય છે.

દેશની જુદી જુદી બેંકો અને ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની અથવા નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 28500 વેચાણ કેન્દ્રો દ્વારા ફાસ્ટેગનું વેચાણ કરાય છે. ફાસ્ટેગ વેલિડીટી પાંચ વર્ષ સુધીની હોય છે. એક વાર ફાસ્ટેગ ખરીદ્યા બાદ તેને રિચાર્જ કરાવવાનું હોય છે અથવા તમે ટોપ-અપ પણ કરાવી શકો છો. ફાસ્ટેગ માટે રૂા. 200ની ફી એકવાર ચૂકવવાની રહે છે. વાહનના પ્રકારના આધારે રિફન્ડેબલ સિક્યોરિટી ડિપોઝીટ નક્કી થાય છે.

જુઓ આ વીડિયો પણ : ગુજરાત યાત્રા સંદેશ ન્યૂઝ પહોંચ્યું દ્વારકાનાં જામખંભાળિયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન