All politicians are dissatisfied: Nitin Gadkari satirizes Rajasthan Assembly
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • બધા રાજનેતાઓ અસંતુષ્ટ છે : રાજસ્થાન વિધાનસભામાં નીતિન ગડકરીએ વ્યંગ કર્યો

બધા રાજનેતાઓ અસંતુષ્ટ છે : રાજસ્થાન વિધાનસભામાં નીતિન ગડકરીએ વ્યંગ કર્યો

 | 8:50 am IST
  • Share

રાજસ્થાન વિધાનસભામાં એક સેમિનારમાં વક્તવ્ય આપતાં રોડ અને પરિવહન પ્રધાન નીતિન ગડકરીએ વર્તમાન રાજકારણ અને અપેક્ષાઓ પર વ્યંગ કરતાં કહ્યું કે અસંતોષ બધા જ નેતાઓનેે છે, બધા દુઃખી છે. કોઈને પ્રધાનપદ નથી મળ્યું, કોઈને મનગમતું ખાતું નથી મળ્યું, કોઈને મુખ્યપ્રધાનપદ નથી મળ્યું, કોઈને અસલામતી પીડે છે. જોકે ઘણાએ તેને ગુજરાતમાં તાજેતરમાં મુખ્યપ્રધાન બદલવામાં આવ્યા તેની આડકતરી ટીકા માની લીધી હતી.

ગડકરીએ કહ્યું કે એક પત્રકારે જ્યારે પૂછયું કે તમે આટલી મોજમાં શી રીતે રહી શકો છો? તો મેં એને જવાબ આપ્યો હતો કે ભવિષ્યની ચિંતા નથી કરતો એટલે મોજમાં રહી શકાય છે. અહીં વન-ડે ક્રિકેટની જેમ રમવાનું છે. સચિન તેંદુલકર અને ગાવસ્કરે એમની જબરજસ્ત રમતનું રહસ્ય ખોલતાં આ વાક્ય કહ્યું હતું. રાજકારણમાં પણ એને જ અપનાવી લેવાની જરૃર છે.

વધુમાં તેમણે કહ્યું, જાણીતા વ્યંગલેખક શરદ જોશીએ લખ્યું હતું કે જેઓ રાજ્યમાં કામના નહોતા તેમને દિલ્હી મોકલી દીધા, જેઓ ત્યાં કામના નહોતા તેમને ગવર્નર બનાવી દીધા અને જેઓ ત્યાં પણ કામના નહોતા તેમને એમ્બેસેડર બનાવી દીધા. ભાજપ અધ્યક્ષ તરીકે હું એવા કોઈને મળ્યો નહોતો જે દુઃખી ન હોય.

અમેરિકાની વાત કરતાં ગડકરીએ કહ્યું કે અમેરિકાના પ્રમુખ રિચાર્ડ નિકસને વોટરગેટ કૌભાંડ પછી પદ છોડવું પડયું હતું. નિકસને આ પ્રસંગ ટાંકીને લખ્યું હતું, રાજકારણમાં તો ક્યારેક સત્તામાં અને ક્યારેક વિપક્ષમાં રહેવાનો ક્રમ ચાલતો રહેવાનો. જેઓ વધુ સમય વિપક્ષમાં રહ્યા હોય તેઓ સત્તામાં આવીને પણ વિપક્ષ જેવું વર્તન કરતા રહે છે.

ભૂતકાળ યાદ કરતાં ગડકરીએ કહ્યું, એક સમયે ભાજપની સ્થિતિ સાવ નબળી હતી, હું પણ ચૂંટણીમાં હારી ગયો હતો ત્યારે એક કોંગ્રેસી મિત્રએ  સલાહ આપી હતી, તમે સારા માણસ છો, પરંતુ તમારા પક્ષનું ભવિષ્ય નથી તો તમે કોંગ્રેસમાં આવી જાઓ. ત્યારે નમ્રતાથી ના પાડી હતી. આજે સ્થિતિ સાવ બદલાઈ ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન