All Schools Are Closed Till 30th November In Haryana
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • હરિયાણામાં 147 બાળકો કોરોના પોઝિટિવ આવતા ફફડી સરકાર, તમામ સ્કૂલો 30 નવેમ્બર સુધી બંધ

હરિયાણામાં 147 બાળકો કોરોના પોઝિટિવ આવતા ફફડી સરકાર, તમામ સ્કૂલો 30 નવેમ્બર સુધી બંધ

 | 8:17 pm IST
  • Share

હરિયાણા (Haryana)ની સ્કૂલોમાં આવેલા કોરોના કેસો (Corona Case)ને લઇને હરિયાણા સરકારે ગંભીરતા દર્શાવી છે. રાજ્યના શિક્ષણ વિભાગે (Ministry of Education) 30 નવેમ્બર સુધી તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલો (Private School)ને બંધ કરવાના આદેશ જાહેર કર્યા છે. હવે સ્કૂલોને ખોલવાને લઇને આગામી નિર્ણય 30 નવેમ્બરના સ્થિતિને ધ્યાનમાં રાખીને કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે હરિયાણામાં સરકારી સ્કૂલો (Government Schools) ખુલવાની સાથે જ કોહરામ મચી ગયો છે. એક પછી એક સતત અનેક સ્કૂલોમાં બાળકો કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. ના ફક્ત બાળકો, પરંતુ સ્કૂલોનો સ્ટાફ પણ કોરોના પોઝિટિવ આવી રહ્યો છે.

9થી 12 ધોરણની સ્કૂલો ખોલવાનો આપ્યો હતો આદેશ

હરિયાણા સરકારે તમામ કોરોના ગાઇડલાઇન્સની સાથે 9થી 12 ધોરણ સુધીની સ્કૂલોને ખોલવાનો આદેશ આપ્યો હતો, પરંતુ સ્કૂલો ખુલવાના ફક્ત 2 અઠવાડિયામાં જ હરિયાણામાં કુલ 147 – રેવાડી જિલ્લામાં એક સાથે 72, જીંદમાં 29, સિરસામાં 16, કૈથલ – મહેન્દ્રગઢમાં 12-12 અને હિસારમાં 6 બાળકો અત્યાર સુધી કોરોના સંક્રમિત મળ્યા છે. જીંદમાં આજે 11 બાળકોની સાથે 8 શિક્ષકો કોરોના પોઝિટિવ આવ્યા છે.

સ્કૂલોને લઇને સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ 

વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો પણ કોરોના પોઝિટિવ આવી રહ્યા છે. જીંદમાં સામાન્ય હૉસ્પિટલે જણાવ્યું કે જિલ્લામાં ગુરૂવારના જ 11 બાળકોની સાથે 8 ટીચર કોરોના પોઝિટિવ આવ્યા છે. સ્કૂલોને લઇને સ્વાસ્થ્ય વિભાગ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગયું છે. તમામ સ્કૂલોમાં કોરોના ટેસ્ટિંગના આદેશ આપવામાં આવ્યા છે. જીંદમાં ડેપ્યુટી સિવિલ સર્જન ડૉ. ગોપાલે કહ્યું કે, હવે દિલ્હીની સાથે હરિયાણામાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે.

જે સ્કૂલોમાં કેસો એ 14 દિવસ સુધી બંધ રહેશે

સ્વાસ્થ્ય વિભાગ અનુસાર હવે કોરોનાના કારણે મૃત્યુદર પણ વધ્યો છે. હરિયાણાની સરકારી સ્કૂલોમાં કોરોનાના સંક્રમણ ફેલવાના મુદ્દા પર શિક્ષણ મંત્રી કંવરપાલ ગુર્જરે કહ્યું કે, રેવાડી અને જીંદ જિલ્લાની સ્કૂલોમાં બાળકોના કોરોના પોઝિટિવ મળવાની જાણકારી છે. જે સ્કૂલોમાં કોવિડ પોઝિટિવ કેસ આવી રહ્યા છે તેમને 14 દિવસ સુધી બંધ કરવામાં આવી છે. ગુર્જરે ગુરૂવારના કહ્યું હતુ કે, કોવિડ-19ને લઇને તમામ સાવધાનીઓ સ્કૂલોમાં રાખવામાં આવી રહી છે અને જરૂરિયાત પડી તો હરિયાણા સરકાર સ્કૂલો ખોલવાનો પોતાનો આદેશ પાછો ખેંચી શકે છે.

આ વિડીયો પણ જુઓ: ગાંધીનગરનું અક્ષરધામ મંદિર 3 દિવસ બંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન