All the rules will change from September 1 to control cash transactions in the economy
  • Home
  • Business
  • અર્થતંત્રમાં રોકડ વ્યવહારો પર કાબૂ મેળવવા 1 સપ્ટેમ્બરથી બદલાઇ જશે તમામ નિયમ

અર્થતંત્રમાં રોકડ વ્યવહારો પર કાબૂ મેળવવા 1 સપ્ટેમ્બરથી બદલાઇ જશે તમામ નિયમ

 | 8:29 am IST

અર્થતંત્રમાં રોકડ વ્યવહારો પર કાબૂ મેળવવા માટે આગામી તા.૧લી સપ્ટેમ્બરથી રૃ.૧ કરોડથી વધુ રકમના રોકડ વ્યવહારો ઉપર 2 ટકા ટીડીએસ કાપી લેવાની જોગવાઇ અમલી બનશે. જોકે હજી આ મુદ્દે ઘણી બધી સ્પષ્ટતાની રાહ જોવામાં આવી રહી છે તેના પગલે વિવિધ બજારોમાં રિઝર્વ બેંક દ્વારા છેલ્લામાં છેલ્લી શું માહિતી આવે તેની ઉપર મીટ માંડવામાં આવી છે. બીજી તરફ હજી શહેરના ઘણા બધા વેપાર ધંધાર્થીઓ પણ આ ટીડીએસના મુદ્દે હજી અવઢવમાં જ છે, અને તેઓ કરવેરા સલાહકારોની પાસેથી સલાહ મેળવી રહ્યા છે.

વેપારીઓ પણ તેમના સંગઠનોના નેતાઓનો પણ આ મુદ્દે સંપર્ક સાધી રહ્યા છે. વડોદરા ગ્રેઇન મર્ચન્ટ એસો.ના પ્રમુખ નિમેષ મહેતાએ જણાવ્યું હતુંકે, વડોદરા એપીએમસીમાં આ મુદ્ે ખાસ કોઇ અસર નહી પડે, ૨ ટકા રોકડ વ્યવહાર ઉપર ટીડીએસની જોગવાઇ છે, જ્યાં ઓકશન થતું હોય તેવા માર્કેટ યાર્ડમાં આ બાબતની અસર પડી શકે છે. વડોદરામાં તો મોટાભાગે ટ્રેડિંગ થાય છે તેથી ખાસ અસર નહિ પડે.

આમ છતાં માર્કેટ યાર્ડ, કાપડ બજાર, રેડીમેઈડ ગારમેન્ટ, કન્સ્ટ્રક્શન સેક્ટર તેમજ મોટાભાગે રોકડના વ્યવહારો ધરાવતા વિવિધ સેક્ટરમાં હવે કયા પ્રકારે વ્યવહારો કરવા અને તેનો ખર્ચ કેવી રીતે કયા બજેટ હેડ હેઠળ મૂકવો તે અંગે પણ વેપારીઓ અસમંજસમાં મૂકાયા છે. ર્વાિષક રૃ. ૧ કરોડથી વધુ રોકડના ઉપાડ પર સૂચિત બે ટકા ્ડ્ઢજી મામલે વેપારીઓ, બેંક અધિકારીઓ, અને ટેક્સ સત્તાવળાઓ અને ટેક્સ પ્રેક્ટીશનર્સ પાસે પણ કોઈ નક્કર માહિતી કે સ્પષ્ટતા નથી અને આ મુદ્દે સૌ કોઈ અવઢવમાં છે. બજેટમાં ર્વાિષક રૃ.૧ કરોડથી ઉપાડ પર બે ટકા ્ડ્ઢજીનો અમલ માટે તા.૧ એપ્રિલથી નાણાંકીય વર્ષ ગણવું કે તા. ૧ સપ્ટેમ્બરથી ગણવું, તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. આ મુદ્દે રિઝર્વ બેંક કે અન્ય એજન્સી દ્વારા સત્તાવાર સ્પષ્ટતા કરવામાં આવે તેવી વેપારીઓની માંગણી છે.

૧લી સપ્ટેમ્બરથી કોના પર ટીડીએસ લાગશે

*ટીડીએસ ૨ ટકા લેખે બેન્ક,પ્રાઇવેટ બેન્ક,સરકારી બેન્ક,.પોસ્ટ ઓફિસ કાપશે .

*એક બેન્કના એક જ ખાતામાંથી એક કરોડથી વધારેનો રોકડ ઉપાડ હોય ત્યારે

* ૧.૯.૧૯ પછી જો ઉપાડ થયો હોય તો ૨ ટકા ટીડીએસ લાગશે

*૧ કરોડ ૫ લાખનો ઉપાડ હોય તો ૫ લાખ ઉપર ટીડીએસ કપાશે.

*કંરટ ,સિવિગ્સ કે કોઇ પણ પ્રકારનુ ખાતુ હશે તેના પર ટીડીએસ લાગશે.

ટીડીએસ ક્યાં લાગુ નહીં પડે

* ૧ કરોડ ૩૦ લાખનો ઉપાડ બે અલગ બેન્ક ખાતામાંથી હશે તો લાગશે નહિ.

* બે બેન્કોની બ્રાન્ચ અલગ હશે તો પણ ૧ કરોડથી વધુ ઉપાડ પર ટેકસ લાગશે નહિ

* એકાઉન્ટ નંબર પણ બે બેન્કોના જુદા હશે તો પણ ટીડીએસ લાગશે નહિ.

* એક એકાઉન્ટ નંબરમાંથી ૧.૮૦ કરોડનો ઉપાડ થયો છે તેના પર લાગશે પણ બીજા એકાઉન્ટ નંબરમાં

* ૩૦ લાખનો ઉપાડ થયો હશે તો ૩૦ લાખની રોકડ ઉપર લાગશે નહિ.

આ પણ જુઓ: મુંબઇના સુપ્રસિદ્ધ ગણેશજી એવા લાલ બાગ ચા રાજાના કરો દર્શન

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન