allah name mark on the body of fish getting high price
  • Home
  • Photo Gallery
  • PHOTOS: ભારતની એક અજીબ માછલી, શરીર પર લખેલું છે ‘અલ્લાહ’! લોકોએ લગાવી લાખોમાં બોલી

PHOTOS: ભારતની એક અજીબ માછલી, શરીર પર લખેલું છે ‘અલ્લાહ’! લોકોએ લગાવી લાખોમાં બોલી

 | 3:03 pm IST

ઉત્તર પ્રદેશમાં શામલી જીલ્લ્માં એક યુવકનાં ઘરે એવી માછલી મળી કે જેના શરીર પર અલ્લાહ લખ્યું છે. આ માછલી યુવકનાં ઘરે રાખેલા માછલી ઘરમાં છે. જોવા જેવી વાત એ છે કે લોકો આ માછલીની બોલી લગાવી રહ્યા છે. શામલી જીલ્લાનાં કૈરાનામાં રહેતા એક સઈદ અહમદના પુત્ર શબાબ અહમદનાં માછલી ઘરમાં એક નાની માછલી 7 કે 8 મહિના પેહલા લાવવામાં આવી હતી.

જેમ જેમ માછલી મોટી થઈ તો તેનાં પેટ પર અલ્લાહ લખેલું જોવા મળ્યું. આવું જોઈને ઘરનાં લોકો આશ્રર્યમાં મુકાયા. ધીમે ધીમે આ વાત આખી સોસાયટીમાં ફેલાઈ ગઈ. લોકોનાં ટોળેટૉળા આ માછલીને જોવા માટે એ શખ્સનાં ઘરે પહોંચવા લાગ્યા. એટલું જ નહીં એની કિંમત પણ લગાવા લાગ્યા. અત્યાર સુધીમાં તેની 5 લાખ રૂપિયા સુધી બોલી લગાવાઈ છે.

આવી અનોખી માછલી આ દિવસોમાં આખા જીલ્લામાં ચર્ચાનો વિષય બની ગઈ છે. રાશિદ ખાન નામનાં યુવાને અત્યાર સુધીમાં સૌથી વધુ બોલી 5 લાખ રૂપિયા લગાવી છે. શબાબ હજું વધારે કિંમતની રાહ જોઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન