Allahbad Museum Geared up for Kumbh 2019 next year
  • Home
  • Astrology
  • અલાહાબાદ સંગ્રહાલયમાં કુંભ 2019ની ચાલી રહી છે ખાસ તૈયારીઓ

અલાહાબાદ સંગ્રહાલયમાં કુંભ 2019ની ચાલી રહી છે ખાસ તૈયારીઓ

 | 4:58 pm IST

આવતા વર્ષે જાન્યુઆરીમાં થનારા પ્રયાગ કુંભ મેળામાં કરોડોની સંખ્યામાં લોકો આવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને શહેરમાં તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. શહેરને સુંદર બનાવવા ઉપરાંત ઘાટોનું સમારકામ, પર્યટન સ્થળની સુંદરતામાં વધારો જેવા કાર્યો  શરૂ કરી દેવામાં આવ્યા છે. ત્યારે અલાહાબાદ સંગ્રહાલયમાં પણ ખાસ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને  આ વખતે કુંભના મેળામાં પોતાની શિબિરમાં જ ટિકિટ કાઉન્ટર ખોલશે.

અલાહાબાદ સંગ્રહાલયના નિર્દેશક સુનીલ ગુપ્તા અનુસાર આ ખતે કુંભના મેળાના ક્ષેત્રમાં ટિકિટ કાઉન્ટર ખોલવામાં આવશે. જેમાં ત્રણ દિવસની વેલિડીટી આપવામાં આવશે. જેથી કરીને વ્યક્તિ ત્રણ દિવસમાં ક્યારેય પણ સંગ્રહાલય જોઈ શકે.

આ સિવાય, સંગ્રહાલય સ્નાનની તિથિઓ પર ગાંધી સ્મૃતિ વાહનને સંગ્રહાલયના ગેટ પર ઉભું રાખવામાં આવશે. 12 ફેબ્રુઆરી 1948ના રોજ ગાંધીજીના અસ્થિઓને સંગમ તિર્થમાં વિસર્જિત કરવા માટે આ વાહનનો જ ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ગુપ્તાએ જણાવ્યું કે વર્ષ 2013ના પ્રયાગના કુંભ મેળા દરમિયાન 47,000 લોકોએ અલાહાબાદ સંગ્રહાલય જોયું હતું અને જે રીતે આવનારા કુંભનું બ્રાન્ડિંગ કરવામાં આવી રહ્યું છે તે જોતા કુંભ 2019માં એક લાખથી વધું લોકો આ સંગ્રહાલયને જોવા આવશે તેવી આશા છે.

તેમણે જણાવ્યું હતું કે કુંભ મેળા ક્ષેત્રમાં સંગ્રહાલયના પંડાલમાં ગોષ્ઠિઓનું આયોજન કરવામાં આવશે. જેમાં સરસ્વતીનો ઉદ્ભવ, પરિચર્ચાના કેન્દ્રમાં હશે. તો ડોક્યુમેન્ટરી ફિલ્મ પણ બતાવવામાં આવશે. લોકો મ્યુઝિયમમાં લાગેલી મૂર્તિઓની પ્રતિકૃતિઓ અને પેન્ટિંગ વગેરે ખરીદી શકશે.

અલાહાબાદ સંગ્રહાલયના સેન્ટ્રલ હોલમાં આધુનિકરણ કરવાની તૈયારીઓ ચાલી રહી છે. સાથે જ તેની ચાર ગેલેરીઓને પણ આધુનિક કરવામાં આવી રહી છે. જેમાં મોડર્ન પેન્ટિંગ, અસ્ત્ર શસ્ત્ર, ટેક્સટાઈલ્સ અને ડેકોરેટિવ આર્ટસની ગેલેરી શામેલ છે.

તેમણે જણાવ્યું કે અલાહાબાદ સંગ્રહાલયને આધુનિકીકરણ માટે સરકારે 10 કરોડ રૂપિયાના બજેટની જોગવાઈ કરવા માંગણી કરી છે. જેમાથી ચાર કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા છે.

તેમણે કહ્યું કુંભ સુધી સંગ્રહાલયની સુરક્ષાની જવાબદારી સીએઈએસએઉને આપવા માટે તેની સાથે વાતચીત ચાલી રહી છે. દેશમાં રાષ્ટ્રીય મહત્વના ચાર સંગ્રહાલય છે જેમાં નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલય, કોલકાતાનું ઈન્ડિયન મ્યૂજિયમ, હૈદરાબાદનું સાલારજંગ સંગ્રહાલય અને અલાહાબાદનું અલાહાબાદ સંગ્રહાલય શામેલ છે.