Allan Border Say IPL is just a money grab, shouldn't take precedence over T20 World Cup
  • Home
  • Sports
  • Cricket
  • આ વ્યક્તિએ ઇન્ડિયન પ્રીમિયર લીગને ગણાવી માત્ર રૂપિયા કમાવા માટેનો ધંધો

આ વ્યક્તિએ ઇન્ડિયન પ્રીમિયર લીગને ગણાવી માત્ર રૂપિયા કમાવા માટેનો ધંધો

 | 8:53 pm IST

ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ સુકાની એલન બોર્ડરે જણાવ્યું છે કે આઇપીએલ ટી-20 લીગ માત્ર નાણાં કમાવા માટેનો ધંધો છે અને ચાલુ વર્ષે રમાનારા ટી-20 વર્લ્ડ કપના બદલે તેને વધારે પ્રાધાન્ય મળવું જોઇએ નહીં. વર્લ્ડ કપ રદ થાય અને તેના સ્થાને આઇપીએલ રમાય તો મને સહેજ પણ ખુશી થશે નહીં. જો ટી-20 વર્લ્ડ કપ ના રમાય તો આઇપીએલનું પણ આયોજન થાય તેવું મને લાગતું નથી. હું ટી-20 વર્લ્ડ કપ રદ કરવા માટે પ્રશ્નાર્થ કરીશ કારણ કે આઇપીએલ માત્ર નાણાં કમાવા માટેની જ લીગ છે.

બોર્ડરે જણાવ્યું હતું કે ટી-20 વર્લ્ડ કપને વધારે પ્રાધાન્ય આપવું જ જોઇએ. ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડે તેના ખેલાડીઓને આઇપીએલમાં રમવા માટે જતા રોકીને ડોમેસ્ટિક ટૂર્નામેન્ટમાં ભાગ લેવાની ફરજ પાડવી જોઇએ. બોર્ડર એમ પણ જાણે છે કે વિશ્વ ક્રિકેટમાં બીસીસીઆઇનો દબદબો છે કારણ કે તે આઇસીસીની આવકમાં મોટી ભૂમિકા ભજવે છે.

જોકે બોર્ડરે ભારપૂર્વક એમ પણ ઉમેર્યું હતું કે જો આઇપીએલને ટી-20 વર્લ્ડ કપ કરતાં વધારે પ્રાધાન્ય અપાશે તો વિશ્વ ક્રિકેટમાં ખોટો સંકેત જઇ શકે છે. આનાથી તમામ રસ્તા બંધ થઇ જશે. બીસીસીઆઇ વિશ્વ ક્રિકેટને ચલાવી રહ્યું છે તે બાબત વધારે મજબૂત બનશે. મારા મતે વૈશ્વિક રમત આ બાબતને મંજૂરી આપી શકે તેમ નથી. ઇન્ટરનેશનલ રમતની સામે ભારતને વધારે પ્રાધાન્ય અપાય તેવું હું માનતો નથી.

આ વીડિયો પણ જુઓ : કોરોનાથી વધતા મોતના આંકડા પર સૌથી મોટો ખુલાસો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન